હવે કપ્પા વેરિયન્ટનો પ્રકોપ, યુપીમાં ૧નું મોત
લખનૌ: કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ સરકારને ડરાવી રહી છે.દરમિયાન યુપીમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટ બાદ હવે વધુ એક કપ્પા વેરિએન્ટ સામે આવ્યો છે.
કપ્પા વેરિએન્ટના કારણે ૬૬ વર્ષના એક કોરોના દર્દીનુ મોત થયા બાદ સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે.આ દર્દીનુ સેમ્પલ ૧૩ જૂને લેવામાં આવ્યુ હતુ.તેની મેડિકલ ચકાસણી માટે દિલ્હી મોકલવામાં આવ્યુ હતુ.
તેમાં આ કપ્પા વેરિએન્ટ હોવાની વાતને સમર્થન મળ્યુ છે. ડેલ્ટાની જેમ કપ્પા વેરિએન્ટ પણ ચિંતાનો વિષય છે.જે દર્દીનુ આ વેરિએન્ટથી મોત થયુ છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહોતી.દરમિયાન વધુ તપાસ માટે ૨૦૦૦થી વધારે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
આ પહેલા યુપીમાં વર્તમાન સપ્તાહમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ નોંધાયા છે.આ તમામ કેસમાં દર્દીઓએ અન્ય કોઈ જગ્યાએ મુસાફરી કરી હોવાનો રેકોર્ડ નથી ત્યારે જાણકારોનુ માનવુ છે કે, રાજ્યમાં કોરોના વાયરસ જાતે જ પોતાનુ સ્વરુપ બદલી રહ્યો છે.