હવે કિન્નરો બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ-ઇન્સ્પેક્ટર બની શકશે
પટણા, બિહારમાં કિન્નર સમયુદાય માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રહેતા ટ્રાન્સઝેન્ડર્સને પણ હવે બિહાર પોલીસમાં નોકરી મળશે. રાજ્ય સરકારે આ સંબંધમાં સંકલ્પ પણ જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર બિહારમાં હવે ટ્રાન્સઝેન્ડર પણ પીએસઆઇ કે પીઆઇ બનશે. આ પદો પર કિન્નરોની સીધી રીતે નિયુક્તિ કરવામાં આવશે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે જ્યારે પણ રાજ્યમાં બન્ને સંવર્ગમાં નોકરી માટે અરજીઓ આવશે ત્યારે દરેક ૫૦૦ પૈકી ૧ જગ્યાએ કિન્નરો માટે અનામત રહેશે. આ માટે અલગથી જાહેરાત પણ પ્રકાશિત કરવામાં આવશે. જાેકે અનામત પદો પર નિયુક્તિના ક્રમમાં અનામત પદોની સંખ્યા પૂરી ના થતા બાકી પદોને એ જ મૂળ જાહેરાતના સામાન્ય અરજદારોથી ભરવામાં આવશે.
જાહેર કરાયેલા સંકલ્પ અનુસાર બન્ને પદો માટે ટ્રાન્સઝેન્ડર અરજદારનું બિહારના મૂળ રહીશ હોવાનું જરૂરી છે. આ ઉપરાંત તેઓ કિન્નર છે એવું રાજ્ય સરકારે આપેલું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. અરજદારોની ઓછામાં ઓછી વય સામાન્ય જાહેરાત અનુસાર રહેશે અને મહત્તમ વય મર્યાદામાં અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિમાં મળી રહેલી છૂટ અનુસાર હશે. જ્યારે કે શારીરિક દક્ષતા અને પરીક્ષાના માપદંડ સંબંધિત સંવર્ગના મહિલા અરજદારો સમાન હશે.HS