હવે કુલી નંબર વન પહેલી મેના દિવસે રિલિઝ કરાશે
મુંબઇ, એમ માનવામાં આવે છે કે આશાસ્પદ સ્ટાર વરૂણ ધવન તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ કુલી નંબર વનની રીમેકમાં ધુમ મચાવી દેશે. આ ફિલ્મનુ શુટિંગ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. હવે તેને પહેલી મે ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પરિવારના સભ્યો ફિલ્મને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોમાં ગોવિન્દાની ફિલ્મ કુલી નંબર વનની રિમેક બની રહી છે. ફિલ્મને લઇને વરૂણ આશાવાદી છે. કારણ કે તેની ફિલ્મો હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. વરૂણ ધવન વિતેલા વર્ષોની બેસ્ટ ફિલ્મમાં ગોવિન્દાની ભૂમિકા અદા કરી રહ્યો છે. પિતા સાથે વધુ એક ફિલ્મ તે કરી રહ્યો છે.વર્ષ ૨૦૧૯ ખુબ વ્યસ્ત રહેનાર છે. તે હાલમાં અનેક મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. તેના હાથમાં કેટલાક મોટા પ્રોજેક્ટ છે. તે એકબાજુ મોટી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સને લઇને વ્યસ્ત છે.
જે ડાન્સ પર આધારિત મોટી ફિલ્મ રહેશે. આવી જ રીતે તે શશાંક ખેતાનની ફિલ્મ થ્રીલરને લઇને આશાવાદી છે. પિતા ડેવિડ ધવનની સાથે તે ત્રીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે નંબર વન ફ્રેન્ચાઇસની આગામી ફિલ્મ છે. જેમને આ અંગેની માહિતી નથી તેમને કહેવામાં જરૂર છે કે નંબર વન ફ્રેન્ચાઇસની શરૂઆત વર્ષ ૧૯૯૫માં કુલી નંબર વન સાથે જ કરવામાં આવી હતી. વરૂણ હવે રેમો ડિસુઝાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જે ડાન્સ પર આધારિત ફિલ્મ છે. જેમાં તેની સાથે નોરા ફતેહી અને શ્રદ્ધા કપુર પણ છે. આ ડાન્સ પર આધારિત ફિલ્મ તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે. વરૂણ ધવન કહે છે કે પિતા ડેવિડ ધવન સાથે ફિલ્મ કરીને તે ગર્વ અનુભવ કરે છે.કારણ કે પિતા કોઇ પણ નાનકડી બાબતને ચલાવી લેતા નથી.