હવે કુલી નંબર વન પહેલી મેના દિવસે રિલિઝ કરાશે
મુંબઇ, એમ માનવામાં આવે છે કે આશાસ્પદ સ્ટાર વરૂણ ધવન તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ કુલી નંબર વનની રીમેકમાં ધુમ મચાવી દેશે. આ ફિલ્મનુ શુટિંગ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયુ છે. હવે તેને પહેલી મે ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પરિવારના સભ્યો ફિલ્મને લઇને આશાવાદી છે. વિતેલા વર્ષોમાં ગોવિન્દાની ફિલ્મ કુલી નંબર વનની રિમેક બની રહી છે. ફિલ્મને લઇને વરૂણ આશાવાદી છે. કારણ કે તેની ફિલ્મો હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. વરૂણ ધવન વિતેલા વર્ષોની બેસ્ટ ફિલ્મમાં ગોવિન્દાની ભૂમિકા અદા કરી રહ્યો છે.
પિતા સાથે વધુ એક ફિલ્મ તે કરી રહ્યો છે. પિતા ડેવિડ ધવનની સાથે તે ત્રીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે નંબર વન ફ્રેન્ચાઇસની આગામી ફિલ્મ છે. જેમને આ અંગેની માહિતી નથી તેમને કહેવામાં જરૂર છે કે નંબર વન ફ્રેન્ચાઇસની શરૂઆત વર્ષ ૧૯૯૫માં કુલી નંબર વન સાથે જ કરવામાં આવી હતી. કુલી નંબર વન ફિલ્મને લઇે ચાહકો રાહ જાઇ રહ્યા છે. હોમ પ્રોડક્શનની અગાઉ રજૂ કરવામાં આવેલી તમામ ફિલમો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ રહી છે. આ સ્થિતિમાં આ ફિલ્મને લઇને પણ ભારે આશા છે સારા અલી ખાનને વધુ એક મોટી ફિલ્મ મળી ગઇ છે. તેની કેરિયરમાં તેજી આવી શકે છે. વરૂણ ધવન કહે છે કે પિતા ડેવિડ ધવન સાથે ફિલ્મ કરીને તે ગર્વ અનુભવ કરે છે.કારણ કે પિતા કોઇ પણ નાનકડી બાબતને ચલાવી લેતા નથી. વિતેલા વર્ષોમાં કુલી નંબર વન ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે નવી ફિલ્મમાં કેટલાક મશાલા નવી રીતે ઉમેરી દેવામાં આવ્યા છે.