Western Times News

Gujarati News

હવે કેનેડાનાં વિઝા રદ થવાનું પ્રમાણ વધતાં ભારતીય છાત્રોની મુશ્કેલી વધી

કેનેડાની સરકાર દ્વારા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ પર બ્રેક લગાવવામાં આવી રહી છે.

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં જવાનું અઘરું બની જતા હવે ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડાની વાટ પકડી રહ્યા છે. જાેકે, કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરવાનું પ્રમાણ વધાર્યું છે.

આમ થવાથી કેનેડામાં સેટલ થઈને કંઈક કરવાનો પ્લાન બનાવીને વીઝા માટે અપ્લાય કરનારા ભારતીયોએ નિરાશ થવાનો વારો આવી રહ્યા છે. ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેનેડા, અમેરિકા અને યુરોપ જવાનો ક્રેઝ વધારે તેવામાં કેનેડા દ્વારાભારતીય વીઝા રિજેક્ટ કરાતા તેમને સમજાતું નથી કે આ કિસ્સામાં હવે કરવું તો શું કરવું.

આવી સ્થિતિમાં હવે સ્ટુડન્ટ વીઝા માટે કેનેડાની કંપનીઓના પોર્ટલથી મોટા વીઝા કન્સલ્ટન્ટ અને કરિયર એડવાઈઝર નવરા થઈ ગયા છે. એડમિશન, ફી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધા બાદ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થતા તેમની તકલીફમાં વધારો થયો છે.

કેનેડાની વાટ પકડવા માટે તૈયાર બેઠેલા વિદ્યાર્થીઓના એન્ડ ટાઈમ પર વીઝા રદ્દ થતા તેમની મુશ્કેલી વધી ગઈ છે. ફી, એડમિશન, લોનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધા પછી છેલ્લી ઘડીએ વીઝા કેન્સલ થઈ જતા ગુજરાત સહિત ભારતભરના વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં મૂકાયા છે.

પાછલા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા કેનેડામાં ભણવા જવા માટે અપ્લાય કરવામાં આવતું હતું અને મોટાભાગના લોકોના વીઝા મંજૂર થઈ જતા હતા. પરંતુ હવે કેનેડાની સરકાર દ્વારા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ પર બ્રેક લગાવવામાં આવી રહી છે.

આ સાથે તેમના માટે અલગ-અલગ યુનિવર્સિટીમાં રિઝર્વ રખાયેલી બેઠકો પણ ઘટાડી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થઈ રહ્યા છે. એક રિપોર્ટ્‌સ મુજબ અગાઉ કેનેડા જવા માટે ૧૦૦ જેટલી ફાઈલ મૂકી હોય તેમાંથી માંડ ૨૫ રિજેક્ટ થતી હતી પરંતુ હવે ૭૦% ફાઈલો પર રિજેક્શન આવી રહ્યું છે. આવામાં કેનેડાની કૉલેજમાં ઓનલાઈન ભણવાનું શરુ કરી દેનારા વિદ્યાર્થીઓને ભારે ફટકો પડી રહ્યો છે.

મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થઈ રહ્યા છે ત્યારે વીઝા કન્સલ્ટન્ટ અને એડવાઈઝર નવરા બેસી રહ્યા છે. વીઝા કન્સલ્ટન્ટ સંગઠનના પ્રમુખ મનિષ ઝવેરીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ કોઈ નેગેટિવ રિએક્શન આવે તો નિરાશ થવાના બદલે વધુ એક પ્રયાસ કરવો જાેઈએ. જેના માટે યોગ્ય માર્ગદર્શન લઈને ગોલ પર ફોકસ કરવાની સલાહ પણ મનિષ ઝવેરી દ્વારા આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.