હવે કોઇપણ એનઆરઆઇ એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદી શકશે: પ્રકાશ જાવડેકર
નવીદિલ્હી, એર ઇન્ડિયાના રણનીતિક વેચાણને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે બુધવારે નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે હવે કોઇપણ એનઆરઆઇ એરલાઇન્સમાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદી શકશે. પહેલા આ માત્ર ૪૯ ટકા હતો.
હરાજીના દસ્તાવેજ અનુસાર, રણનીતિક વિનિવેશ હેઠળ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પોતાનો ૧૦૦ હિસ્સો અને જોઇન્ટ વેન્ચર એઆઇએસએટીએસમાં ૫૦ ટકા હિસ્સો વેચશે. એર ઇન્ડિયા માટે હરાજીની અંતિમ તારીખ ૧૭ માર્ચ છે.
એઆઇએસએટીએસ એર ઇન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સનું સંયુક્ત ઉદ્યમ છે જેમા બંનેની સમાન ભાગીદારી છે. હરાજીના દસ્તાવેજ અનુસાર, વિનિવેશના સમાપ્ત થવા સુધી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પર ૨૩,૨૮૬ કરોડ રૂપિયાનું દેવુ બની રહેશે. બાકી દેવુને એઆઇએએચએલને ટ્રાન્સફર કરવામાં આવશે.