હવે કોઈ પણ એટીએમમાંથી ડેબિટ કાર્ડ વગર પૈસા કાઢી શકાશે

નવી દિલ્હી, ડિજિટલ ફ્રોડના વધતા કેસ દરમિયાન રિઝર્વ બેન્કે તેને રોકવા માટે એક કડક નિર્ણય લીધો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, યુપીઆઈની મદદથી કાર્ડલેશ કેશ વિડ્રોની સુવિધા હવે દરેક બેન્કોના એટીએમમાં મળશે. આ પદ્ધતિથી ટ્રાન્ઝેક્શન દરમિયાન થનાર કોઈ પણ ફ્રોડને રોકી શકાય છે.
વર્તમાનમાં એટીએમથી કાર્ડલેશ કેસ વિડ્રોની સુવિધા અમુક જ બેન્ક એટીએમમાં છે. હવે આ સુવિધાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
રિઝર્વ બેન્કે કહ્યું છે કે, હવે કોઈ પણ બેન્કના એટીએમમાંથી કાર્ડના ઉપયોગ વગર યુપીઆઈની મદદથી કેશ વિડ્રો કરી શકાશે. જો કેશ વિડ્રો કરવા માટે કાર્ડની જરૂર ના હોય તો તેનાથી કાર્ડ ક્લોનિંગ, કાર્ડ સ્કીમિંગના જોખમ પણ ઓછા કરી શકાય છે.
રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કાર્ડલેડ વિડ્રો સુવિધા દરેક બેન્કોના એટીએમ પર હશે તો તેનાથી કાર્ડ ક્લોનિંગ, સ્કીમિંગ, ડિવાઈસ ટેમ્પરિંગ જેવી ઘટનાઓ પર નિયંત્રણ મેળવી શકાશે.
એટીએમ ફ્રોડને રોકવા માટે કાર્ડલેસ વિડ્રોની સુવિધા શરૂ કરવાની જરૂર છે. આ જ કારણથી અત્યારે પણ અમુક બેન્કોના એટીએમ પર કાર્ડલેસ કેશ વિડ્રોની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આરબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું છે કે, દરેક બેન્કો અને તેમના સમગ્ર એટીએમ નેટવર્ક્સ/ઓપરેટર્સમાં કાર્ડ લેસ કેશ વિડ્રો સુવિધા આપવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સુવિધા મારફતે જ્યારે એટીએમથી કોઈ વ્યક્તિ પૈસા કાઢશે તો તે ખાતેદારની ઓળખ યુનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના ઉપયોગ દ્વારા તેમની ઓળખ પ્રમાણિત કરી શકાશે. આ સંજોગોમાં છેતરપિંડિના કેસ ઘટશે.
નોંધનીય છે કે, એટીએમ દ્વારા પૈસા કાઢનાર લોકો સાથેની છેતરપિડિંના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય બેન્ક આરબીઆઈના જણાવ્યા પ્રમાણે કાર્ડ વગર પૈસા કાઢવાથી સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ, ડિવાઈસ ટેંપરિંગ જેવી છેતરપિંડિં રોકવામાં મદદ મળશે. આ જ કારણથી કેન્દ્રીય બેન્ક કાર્ડલેશ કેશ વિડ્રોની સુવિધા વધારવામાં આવી રહી છે.