હવે કોરોનાનું નવું વેરિઅન્ટ નિયોકોવ ભય ફેલાવે છેઃ ચીની વૈજ્ઞાનિકો

બીજીંગ, વિશ્વમાં કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનને લઈને હજુ પણ ચિંતા હતી કે એક નવા પ્રકારે ખતરો ઉભો કર્યો છે. સાઉથ આફ્રિકામાં જાેવા મળતા નવા વેરિઅન્ટ નિયોકોવને સૌથી ખતરનાક માનવામાં આવે છે. નિયોકોવ ના ચેપ અને મૃત્યુદર બંને બાકીના પ્રકારો કરતા વધારે છે. તેના દર્દીઓ પશ્ચિમ એશિયાના દેશોમાં ૨૦૧૨ અને ૨૦૧૫માં જાેવા મળ્યા હતા.
ચીનના વુહાનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ પ્રકાર દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો છે. તે દર ત્રણમાંથી એક દર્દીને મારી શકે છે. જાે કે, ચીની વૈજ્ઞાનિકો પર આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. કારણ કે ૨૦૨૦માં વુહાનથી જ કોરોના મહામારી ફેલાઈ હતી.રશિયન ન્યૂઝ એજન્સી સ્પુટનિકે રશિયન વૈજ્ઞાનિકોને ટાંકીને તેને જૂનું વેરિઅન્ટ ગણાવ્યું છે. આ કોરોના પ્રકાર મર્સ કોવ વાયરસ સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયાની અંદર નિયોકોવ પ્રકાર જાેવા મળ્યો છે. અગાઉ તે પ્રાણીઓમાં પણ જાેવા મળતું હતું.વેબસાઈટ પર પ્રકાશિત એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દ્ર્ગીર્ઝ્રફ અને તેના પાર્ટનર વાયરસ ઁડ્ઢહ્લ-૨૧૮૦-ર્ઝ્રફ મનુષ્યને સંક્રમિત કરી શકે છે.
વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધકો પણ આ જ વાત કહે છે. તેમના મતે, માત્ર એક પરિવર્તન સાથે, તે માનવ કોષોને સંક્રમિત કરી શકે છે. જાે કે, રશિયાના વાઈરોલોજી અને બાયોટેક્નોલોજી વિભાગ પણ દલીલ કરે છે કે આ પ્રકારની મનુષ્યોમાં ફેલાવાની સંભાવના ઓછી છે. હજુ પણ આ અંગે સંશોધનની જરૂર છે.
તાજેતરમાં, ઓમિક્રોનનો સબ-સ્ટ્રેન સામે આવ્યો છે. તે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ કરતાં પણ વધુ સંવેદનશીલ છે કારણ કે તે RT-PCR ટેસ્ટમાં પણ શોધી શકાતું નથી. નવું સબ-વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ૪૦ દેશોમાં ફેલાઈ ગયું છે.દેશમાં કોરોના વાયરસના ગ્રાફમાં વધઘટ જાેવા મળી રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૨.૫૧ લાખ કેસ નોંધાયા છે. જ્યારે અગાઉના દિવસોમાં અનુક્રમે ૨.૮૬ લાખ, ૨.૮૫ લાખ અને ૨.૫૫ લાખ કેસ નોંધાયા હતા. તે જ સમયે, સકારાત્મકતા દર પણ ફરી ઘટીને ૧૫.૮૮ ટકા પર આવી ગયો છે. અગાઉ તે અનુક્રમે ૧૯.૫૯ ટકા, ૧૬.૧૬ ટકા, ૧૫.૫૨ ટકા અને ૨૦.૭૫ ટકા હતો. દરમિયાન, રસીકરણની સંખ્યા ૧૬૪.૪૪ કરોડને વટાવી ગઈ છે.HS