હવે ખેડૂતોના આંદોલનમાં દલિતોને જાેડવાની તૈયારી શરૂ
કુરૂક્ષેત્ર: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ભારતીય કિસાન યુનિયને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનને તેજ કરવા માટે હવે દલિતોને પણ આંદોલનની સાથે જાેડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ભારતીય કિસાન યુનિયને શાહાબાદમાં દલિત અને ખેડૂત મહાપંચાયત બોલાવી છે
હરિયાણાના કુરુક્ષેત્રમાં આ મહાપંચાયતમાં વધુમાં વધુ લોકો બોલાવવા માટે ગામમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. ખેડૂત નેતા ગામોમાં દલિતો પાસે પહોંચી અને તેમને પણ મહાપંચાયતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આ મહાપંચાયતમાં ભાકિયુ નેતા ગુરનામસિંહ ચઢૂની અને અખિલ ભારતીય પરિસંઘના અધ્યક્ષ ડો. ઉદિતરાજ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચલાવવામાં આવતા આંદોલનને તેજ કરવા માટે ફરજ પાડી શકે છે.
ખેડૂતોનું આંદોલન ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૪ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આંદોલનને ચાલુ રાખવા માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે જિલ્લા મુખ્યાલયોથી બ્લોક સ્તર સુધી પ્રદર્શન, દરેક ટોલ ફ્રી કરવું અને સમાજના દરેક વર્ગોના સમર્થન માટે આવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય કસાન યુનિયને જણાવ્યું હતું કે જયાં સુધી કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાનુનો પાછા નહીં લે ત્યાં સુધી કિસાનો પોતાનું આંદોલન ચાલુ રાખશે.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અહંકારી છે અને આ અહંકારને કારણે તે કિસાનોની માંગણીઓ પર વિચાર કરી રહી નથી