હવે ગાડીના શોરૂમમાં જવાની જરૂર નથી, સિટ્રોન C5 SUVની ઓનલાઇન ખરીદી કરી શકાશે
નવી સિટ્રોનC5 એરક્રોસ SUની 100 ટકા ઓનલાઇન ખરીદી થઈ હતી તથા ગુજરાતના સુરતમાં શ્રી જિતુ મંગુકિયા અને ચંદીગઢમાં શ્રી હરદીપ મામરાથિનને હોમ ડિલિવરી થઈ
· સિટ્રોન બાય ઓનલાઇન –તમારી કાર કન્ફિગર કરવાથી લઈને ધિરાણના વિકલ્પોની પસંદગીથી વાહનની નોંધણી સાથે સિટ્રોન સંપૂર્ણ ઓનલાઇન ખરીદીની પ્રક્રિયાની તમામ સુવિધા આપશે
· નવી સિટ્રોનC5 એરક્રોસ SUV 50થી વધારે શહેરોમાં હોમ ડિલિવરીની સુવિધા સાથેwww.citroën.inપર 100 ટકા ડાયરેક્ટ ઓનલાઇન ખરીદી માટે ઉપલબ્ધ છે
સિટ્રોનએ આજે સિટ્રોન બાય ઓનલાઇન મારફતે સુરત અને ચંદીગઢમાં નવી સિટ્રોન C5 એરક્રોસ SUVની પ્રથમ 2 હોમ-ડિલિવરી કરવાની જાહેરાત કરી હતી. સિટ્રોન બાય ઓનલાઇન 100 ટકા ઓનલાઇન ખરીદી કરવાની પહેલ છે, જે ગ્રાહકોને 50થી વધારે શહેરોમાં મળે છે.
એટલું જ નહીં ભારતની બહાર ડિલર નેટવર્ક પણ દેશના ગ્રાહકોને આ સુવિધા આપે છે. આ ગ્રાહકોને તેમની પસંદગીનું વેરિઅન્ટ ઓર્ડર કરવાની સુવિધા આપશે, જેને તેમની પસંદગી મુજબ ઓનલાઇન કન્ફિગર કરી શકાશે. આ કન્ફિગરેશન તમિલનાડુના થિરુવલ્લુરમાં સિટ્રોની ફેક્ટરીમાં થશે અને ત્યાંથી સીધી ડિલિવરી થશે.
સુરત અને ચંદીગઢમાં વાહનની ગ્રાહક સુધી ડિલિવરની સુવિધા કારવાલેએ આપી હતી, જે સીધા ઓનલાઇન ચેનલ દ્વારા કારની ખરીદી માટે પસંદગીના શહેરોમાં હોમ ડિલિવરી કરવા સિટ્રોન સાથે પાર્ટનરશિપ ધરાવે છે.
એપ્રિલ, 2021માં નવી સિટ્રોન C5 એરક્રોસ SUVના લોંચ દરમિયાન બ્રાન્ડે ફેક્ટરીમાંથી કન્ફિગરેશન સાથે ઓનલાઇન કારની ખરીદી કરવા સિટ્રોન બાય ઓનલાઇન પ્લેટફોર્મની જાહેરાત કરી હતી. હાઇ-ડેફિનિશન 3ડી કન્ફિગર, પ્રતિબદ્ધ ઇ-સેલ્સ સલાહકાર, ફાઇનાન્સ, વીમો,
વાર્ષિક મેઇન્ટેનન્સ પેકેજીસ, એક્ષ્ટેન્ડેડ વોરન્ટી તેમજ હાલની કારના ટ્રેડ-ઇન દ્વારા કારની પસંદગીની દ્રષ્ટિએ ગ્રાહકની ઓનલાઇન ખરીદીને સરળ બનાવતી સફર સાથે આ પ્લેટફોર્મનો ઉદ્દેશ સંભવિત ગ્રાહકોની ખરીદીની સફરને સુવિધાજનક અને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએથી સુલભ બનાવવાનો છે.
સિટ્રોન બાય ઓનલાઇન અંતર્ગત વેચાણ પછી ગ્રાહકની તમામ જરૂરિયાતો રાષ્ટ્રવ્યાપી રોડ સાઇડ આસિસ્ટન્ટસ પ્રોગ્રામનું પીઠબળ પ્રાપ્ત છે અને ગ્રાહકો સર્વિસ ઓન વ્હિલ્સ સુવિધા દ્વારા તેમના લોકેશન પર સુવિધાજનક સેવાઓનો લાભ મેળવી શકે છે. ડિલર સર્વિસ સેન્ટરના નેટવર્ક દ્વારા વેચાણ પછીની સેવાઓનો લાભ મેળવવાનો વિકલ્પ લા’ટેલિયર આફ્ટરસેલ્સ વર્કશોપ નેટવર્ક દ્વારા પણ ઉપલબ્ધ છે.
ભારતમાં સિટ્રોનના બ્રાન્ડ હેડ સૌરભ વત્સે કહ્યું હતું કે, “સિટ્રોન તમામ સુવિધા ધરાવે છે અને હાલની સ્થિતિમાં ગ્રાહક માટે સુવિધાજનક અનુભવની જરૂરિયાત વધી છે. અમને 100 ટકા ઓનલાઇન ખરીદીના પ્લેટફોર્મ સિટ્રોન બાય ઓનલાઇનની કામગીરી પર ગર્વ છે – જે ગ્રાહકને ખરીદી, ઓનલાઇન ટ્રેડ-ઇન, ધિરાણ, વીમો, મેઇન્ટેનન્સ પેકેજીસ, એક્ષ્ટેન્ડેડ વોરન્ટી અને હોમ ડિલિવરી અગાઉ રજિસ્ટ્રેશન જેવી સુવિધા આપે છે.
ભારતીય ગ્રાહકોએ આ તમામ સેવાનો સ્વીકાર કર્યો છે. અમે ATAWADAC સફર (એની ટાઇમ, એનીવ્હેર, એની ડિવાઇઝ, એની કન્ટેન્ટ) દ્વારા ગ્રાહકને સરળ અને ઓમ્નિ-ચેનલ અનુભવ આપીએ છીએ, જેમાં ખરીદીની પદ્ધતિમાં ગ્રાહકને વિકલ્પ આપે છે.”
ભારતમાં સ્ટેલ્લન્ટિસના એસએન્ડએમ એફિશિયન્સીના વાઇસ પ્રેસિડન્ટ જોએલ વેરાનીએ કહ્યું હતું કે, “સિટ્રોન ફેક્ટરીમાંથી સીધી કારની હોમ ડિલિવરીની વિભાવના પ્રસ્તુત કરનારી ભારતમાં પ્રથમ OEM છે. બ્રાન્ડ માટે ડિજિટાઇઝેશન મહત્વપૂર્ણ છે તેમજ સ્ટેલ્લન્ટિસ ગ્રૂપમાં અમે માનીએ છીએ કે, ભારતમાં ભવિષ્યમાં 100 ટકા ઓનલાઇન ખરીદી ઝડપથી વધશે.”
ગુજરાતમાં નવી સિટ્રોન C5એરક્રોસ SUVની ઓનલાઇન ખરીદી સુરત, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં https://www.citroën.in વેબસાઇટની મુલાકાત લઈને થઈ શકશે. ઉપરાંત ગ્રાહકો અમદાવાદમાં લા માઇસન સિટ્રોન ફિજિટલ શોરૂમમાંથી નવી સિટ્રોન C5 એરક્રોસ SUVની ખરીદી કરી શકે છે. અત્યારે સિટ્રોન બાય ઓનલાઇન કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્ય શહેરોને આવરી લે છે.