Western Times News

Gujarati News

હવે ગુજરાત સરકાર વર્ગ ૧ના અધિકારીઓને વિદેશ તાલીમ માટે મોકલશે

પ્રતિકાત્મક

રાજ્ય સરકાર અત્યાર સુધી ભવિષ્યની નીતિઓ નક્કી કરવા અને કામગીરીમાં નવી પદ્ધતિઓના અમલીકરણ કરવા માટે IAS અધિકારીઓને ચિંતન શિબિર થકી તાલીમ આપતી હતી.

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા વધારવા માટે થઈને ફરજિયાત તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને સીધી ભરતીથી લેવાયેલા કર્મચારીઓ અધિકારીએ પ્રમોશન લેતાં પહેલાં આ તાલીમ ફરજિયાત પણે લેવી પડશે. સરકારે આ તાલીમ માટે બે સપ્તાહ અને ત્રણ દિવસના મોડ્યુલ નક્કી કર્યા છે.

તેમને તાલીમ આપવા માટે ખાનગી સંસ્થાઓ પણ આવશે અને પર્સનાલિટી ડેવલપમેન્ટથી માંડીને કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોની ટ્રેનિંગ આપવામા આવશે. હવે ગુજરાત સરકાર વર્ગ ૧ના અધિકારીઓને વિદેશ તાલીમ માટે મોકલશે. અત્યાર સુધી માત્ર સનદી અધિકારીઓને જ આવી વિદેશ તાલીમ માટે મોકલવામાં આવતા હતા.

રાજ્ય સરકાર અત્યાર સુધી ભવિષ્યની નીતિઓ નક્કી કરવા અને કામગીરીમાં નવી પદ્ધતિઓના અમલીકરણ કરવા માટે IAS અધિકારીઓને ચિંતન શિબિર થકી તાલીમ આપતી હતી. હવે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા વર્ગ ૧થી ૪ના અધિકારીઓ-કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવશે. અગાઉની ચિંતન શિબિરમાં તમામ સરકારી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ કરવાના મુદ્દે કરાયેલી ચર્ચા સંદર્ભે જે સૂચનો આવ્યા તેનો અમલ કરવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરૂપે સરકારે કર્મચારીઓને વિવિધ તબક્કાની તાલીમ આપવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ તેમની નોકરીના અજમાયશી સમય દરમિયાન કોમન કાઉન્ડેશન કોર્ષ કરવાનો રહેશે. ઉપરાંત ફરજ પરના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને પણ સાત દિવસની નિવાસી તાલીમ લેવાની રહેશે.

આ સિવાય દર વર્ષે વર્ગ-૧થી વર્ગ-૩ના અધિકારીઓએ ૨૦ ક્લાકની માત્ર ઓનલાઇન તાલીમ લેવાની ૨હેશે અને આ તાલીમ માટે તેમની વાર્ષિક કામગીરીના મૂલ્યાંકનમાં ૨ માર્ક ઉમેરાશે. વર્ગ ૧અને ૨ના અધિકારીઓ માટે નક્કી -કરાયેલી તાલીમના બે અઠવાડિયા પૈકી એક સપ્તાહ તેઓની ઓનલાઈન તાલીમ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.