હવે ઘેર બેઠા જ થોડી મિનિટોમાં કરો RT-PCR ટેસ્ટ
હવે લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા બહાર નહીં જવું પડે
નવીદિલ્હી: કોરોના મહામારીના સંકટ વચ્ચે હવે તમે ઘરે બેઠા જ જાતે કોરોનાનો ટેસ્ટ કરાવી શકશો.ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલએ હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ ( આરએટી) કિટ છે. આનો ઉપયોગ કોરોનાના સામાન્ય લક્ષણ કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે.
આઇસીએમઆર સિવાય ડીસીજીએ પણ હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટની બજારમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જાેકે, આ ટેસ્ટિંગ કિટ બજારમાં ઉપલબ્ધ નહીં હોય. આને વ્યાપક રીતે ઉપલબ્ધ થવામાં સમય લાગશે.ટેસ્ટિંગ કીટની વિશ્વસનીયતા પર સવાલોમાય લેબ કોવિસસેલ્ફ નામની એપ્લિકેશન પર કરાવી શકાશે સીએમઆરના કોવિડ માટે હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપ્યા બાદ હવે કોરોનાનો ટેસ્ટ કરાવવો ખૂબ જ સરળ થઈ જશે. અત્યારે ભારતમાં માત્ર એક કંપનીને મંજૂરી મળી છે,
જેનું નામ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડ છે. હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે, જેને દરેક યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ એપનું નામ છે માયલેબ કોવિસસેલ્ફ.આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ
ઘરે બેઠા જ કોરોનાની તપાસ ઉલ્લેખનીય છે કે, આ સમયે કોરોના માટે એન્ટિજન અને આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. એન્ટિજનનો રિપોર્ટ તરત મળે છે, જ્યારે આરટી પીસીઆરનો રિપોર્ટ ૨૪ કલાકમાં મળે છે, પરંતુ હવે કોરોના ટેસ્ટ માટે લોકોએ બહાર નહીં જવું પડે. ઘરે બેઠાં જ ટેસ્ટ કરાવી શકાશે.