હવે ઘેર બેઠા ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મળી જશે
ઓનલાઈન અરજી અને પેમેન્ટ કર્યા બાદ લાયસન્સ ઘરે આવી જશે
(એજન્સી) અમદાવાદ, હવે ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારોએ આરટીઓ કચેરી સુધી લાંબા થવાની જરૂર પડશે નહીં. ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા માંગતા લોકોએ માત્ર ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અરજદારોને ઘરે જ ડુપ્લીકેટ લાયસન્સ મળી જશે. અત્યાર સુધી ડુપ્લીકેટ લાયસન્સ માટે પણ અરજદારોએ આરટીઓ કચેરી સુધી લાંબા થવાની ફરજ પડતી હતી. જા કે ડુપ્લીકેટ લાઈસન્સમાં વિગતોમાં કોઈ જ ફેરફાર થતો નહોવાના કારણે હવે ઘર બેઠા જ લાયસન્સ મળી જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરટીઓમાં ડુપ્લીકેટ લાયસન્સ લેવા માટે અત્યાર સુધી અરજદારોએ ઓનલાઈન ફોર્મ અને ફી ભર્યા બાદ એપોઈન્ટમેન્ટ લઈ આરટીઓ કચેરી જવું પડતું હતુ. ત્યાં ડોક્યુમેન્ટસ વેરીફિકેશન થયા બાદ અરજદારોને ફોટો પડાવવા માટે જવું પડતું હતુ અને ત્યારબાદ ડુપ્લીકેટ લાઈસન્સ અરજદારના ઘરે આવતું હતુ.
જા કે હવે આ તમામ ઝંઝટમાંથી અરજદારોને મુÂક્ત મળશે. ર૦૧૦ પછી જેમણે લાયસન્સ મેળવ્યુ છે અથવા તો રીન્યુ કરાવ્યુ છે તેમને ડુપ્લીકેટ લાયસન્સ લેવા માટે માત્ર ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશ.. આ કાર્યવાહી કર્યા બાદ આરટીઓ દ્વારા અરજદારના ઘરે ડુપ્લીકેટ લાયસન્સ મોકલી આપવામાં આવશે. ડુપ્લીકેટ લાયસન્સ સિવાયની અન્ય કામગીરી માટે અગાઉથી જ પધ્ધતિ યથાવત હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ર૦૧૦ પછી બનેલા અથવા રીન્યુ કરાયેલા લાયસન્સ માટે જ આ નિયમ અમલી બનશે.