Western Times News

Gujarati News

હવે ચિત્રાગદા નિર્માણ પર વધારે ધ્યાન આપવા તૈયાર

મુંબઇ, ખુબસુરત સ્ટાર અભિનેત્રી ચિત્રાંગદા હવે નવી ફિલ્મ મેળવી ચુકી છે. તે હવે અભિષેક બચ્ચનની સાથે નવી ફિલ્મમાં દેખાશે. બોબ વિશ્વાસ નામની ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. હવે શાહરૂખ ખાન જુનિયર બીને લઇને ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં અભિષેક એક ક્રુર હત્યારાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મની પટકથા સુજાય ઘોષ દ્વારા લખવામાં આવી રહી છે. સાઇકો થ્રીલર ફિલ્મના નિર્દેશક તરીકે સુજાયની પુત્રી રહેનાર છે. ફિલ્મનુ શુટિંગ ૨૦મી જાન્યુઆરીના દિવસે શરૂ કરવામાં આવનાર છે. ચિત્રાંગદા લાંબા સમય બાદ ફિલ્મમાં કામ કરી રહી છે.

ચિત્રાંગદાને સ્પર્ધાના સમયમાં વધારે ફિલ્મ મળી રહી નથી જેથી તે હવે ફિલ્મમાં એક્ટિંગ કરવાના બદલે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી ચુકી છે. પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી સેક્સી અને દેખાવડી ચિત્રાંગદા હવે ફિલ્મ નિર્માણની સાથે સાથે એક્ટિંગ બંનેમાં સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. થોડાક સમય સુધી ફિલ્મોથી દુર હતી પરંતુ હવે પર્સનલ મુશ્કેલીમાંથી બહાર નિકળીને ફરી સંપૂર્ણ પણે સક્રિય થઇ ગઇછે. તેનુ કહેવુ છે કે તે પોતાની લાઇફમાં જે કરઇ પણ નિર્ણય કર્યા છે તેના કારણે સંપૂર્ણ સંતુષ્ટ છે.

કોઇ પણ દુખ નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોની સાથે સાથે ટીવી અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહી છે. તેનુ કહેવુ છે કે હવે તેની પ્રાથમિકતા બદલાઇ રહી છે. ચિત્રાંગદા હવે ચારેબાજુ કમબેક કરી રહી છે. ફિલ્મોમાં કામ કરી રહી છે. ટીવી પર નજરે પડી રહી છે. ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવી રહી છે. ફિલ્મ નિર્માણ કરવા માટે તે ઇચ્છુક છે. એક અભિનેત્રી, નિર્માત્રી અને સિગલ મધર તરીકે તે ભૂમિકા અદા કરી રહી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે બ્રેક પર હતી ત્યારે તેની ઓળખ હોકી ખેલાડી સંદીપ સિંહ સાથે થઇ હતી.

વર્લ્ડ કપ પહેલા તે મોટી દુર્ઘટનાનો શિકાર થયો હતો અને છતાં તે ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો હતો ત્યારે તે પ્રભાવિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સંદીપ સિંહ જેવા લોકો ખરેખર હિરો છે. તેમની પટકથા લોકો નિહાળે તે જરૂરી છે. તેનુ કહેવુ છે કે નિર્માણના ક્ષેત્રે તે એકલી નથી. તેની સાથે પાર્ટનર પણ છે. તેનુ કહેવુ છે કે તેને કોમેડી શો જજ કરવાની ઓફર થઇ રહી છે. પરંતુ તે કોમેડી શો કરી રહી ન હતી. હાલ તેની પાસે ઓછી ફિલ્મ છે.ફિલ્મમાં કોલકત્તાને ખાસ રીતે દર્શાવવામાં આવનાર છે. ચિત્રાંગદા બોલિવુડની લોકપ્રિય અને ખુબસુરત અભિનેત્રીઓમાં સામેલ છે. જો કે તે ફિલ્મ મેળવી રહી નથી જેથી તે હવે નિર્માણ ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.