હવે ચીનથી આવતા તમામ વીજ ઉપકરણોની આયાત બંધ થઈ જશે
નવીદિલ્હી, ભારત સરકાર હવે માત્ર સરહદ પર જ નહીં પણ દરેક મોરચે ચીનની ચાલને મ્હાત આપવા માટે તૈયાર છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેતાં હવે ચીનથી આવતા તમામ વીજ ઉપકરણોની આયાત બંધ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન આર.કે.સિંઘે એક મોટું નિવેદન આપ્યું છે.શુક્રવારે, રાજ્યોના પાવર અને નવીનીકરણીય ઉર્જામંત્રીઓ સાથેની બેઠક દરમિયાન, આર કે સિંહે સ્પષ્ટ કર્યું છે કે ચીન અને પાકિસ્તાનથી વીજ ઉપકરણોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં સરકારે નિર્ણય લીધો હતો કે ચીનથી ભારત આવતા વીજ ઉપકરણોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. કારણ કે એવી આશંકા છે કે ચીન માલવેર અને ટ્રોજન હોર્સ જેવા વાયરસ દ્વારા આ પાવર ડિવાઇસમાં સાયબર એટેક કરી શકે છે. તેમની સહાયથી તે ભારતની વીજળીના ગ્રીડને નિષ્ફળ બનાવવાની અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતમાં વિદ્યુત ઉપકરણોનું પૂરતું ઉત્પાદન થઈ રહ્યું છે. બહારથી કોઈ માલ લાવવાની જરૂર નથી. જો કોઈ એવું સાધન હોય કે જેને આપણે બનાવતા નથી, તો તે આયાત કરી શકાય છે. પરંતુ તે પણ મર્યાદિત સમય માટે રહેશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, અમે અમને એવી જાણકારી મળી છે કે, વીજળી ઉપકરણોમાં એવી રીતે ઇન્સટોલ કરવામાં આવી શકે છે. જેને દૂર બેસીને એક્ટિવ કરવું સરળ રહે છે.