હવે જાણીતા પ્રાડ્યુસર બોની કપૂરના ઘરે પહોંચ્યો કોરોના
મુંબઈ, આખી દુનિયા છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કહેરથી અસ્તવ્યસ્ત છે. ભારતમાં આ જીવલેણ વાયરસને કારણે છેલ્લા ૨ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. બોલિવુડ પણ કોરોનાના પ્રકોપથી બાકાત નથી. ઘણા કેસ સામે આવ્યા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રાડ્યુસર બોની કપૂરના ઘરે પણ કોરોના પહોંચી ગયો છે. બોનીના ઘરમાં કામ કરનારા એક નોકરનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
રિપોર્ટ્સનું માનીએ તો બોનીએ જણાવ્યું કે, તેના લોખંડવાલા કોમ્પલેક્ષવાળા ઘરમાં કામ કરનારા ૨૩ વર્ષના ચરણ સાહુને કોવિડ-૧૯ ના ટેસ્ટમાં પોઝિટીવ નોંધવામાં આવ્યો છે. સાહુ ગત શનિવારથી બીમાર હતો જ્યાર બાદ બોની કપૂરે તેને ટેસ્ટ માટે મોકલ્યો હતો અને બાદમાં આઈસોલેશનમાં રાખ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ્સ પોઝિટીવ આવ્યા બાદ સોસાયટીની ઓથોરિટીઝ અને બીએમસીના અધિકારીઓન આ વિશે સૂચના આપવામાં આવી. બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરે પણ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી છે.
આના પછી પરત બીએમસી અને રાજ્ય સરકારના લોકો ત્યાં પહોંચી ગયા અને સાહુને ક્વારન્ટાઈન સેન્ટર લઈ ગયા. જા કે, બોનીએ જણાવ્યું કે, તે, તેમના બાળકો અને સ્ટાફ પૂરી રીતે સ્વસ્થ છે. અને તેમનામાં બીમારીના કોઈ લક્ષણ નથી. તેમણે એ પણ જણાવ્યું કે, લોકડાઉન લાગુ થયા બાદ ઘરની કોઈપણ વ્યÂક્ત બહાર ગઈ નથી. તેમણે ચરણ સાહુના જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરવાની આશા વ્યક્ત કરી.
જણાવી દઈએ કે, સૌથી પહેલા બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂરનો કોરોના પોઝિટીવ નોંધવામાં આવ્યો હતો. તે લંડનથી લખનઉ આવી હતી. ત્યારબાદ પ્રાડ્યુસ કરીમ મોરાની અને તેની બંને દીકરીઓને કોરોના પોઝિટીવ નોંધવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતાને પણ કોરોના હોવાનું સામે આવ્યું હતું.