હવે જામીન મળ્યા બાદ કેદીઓની તરત જ મુક્તિ
નવી દિલ્હી, હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ બાદ કોર્ટના આદેશની રાહ નહીં જાેવી પડે. જેલમાં હાર્ડ કોપી નહીં પરંતુ વીજળીની ઝડપે કોર્ટના આદેશોની ઈ-કોપી મળશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ ફાસ્ટ અને સિક્યોર ટ્રાંશમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ (ફાસ્ટર) યોજના લોન્ચ કરી છે.
ફાસ્ટર સિસ્ટમ દ્વારા કોર્ટના ર્નિણયો ઈલેક્ટ્રોનિક રૂપે ઝડપથી મોકલી શકાશે અને તરત જ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે. આ સિસ્ટમ આવ્યા બાદ કેદીઓને જામીનના દસ્તાવેજાેની હાર્ડકોપીને જેલના તંત્ર સુધી પહોંચવાની રાહ નહીં જાેવી પડે.
લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન, સીજેઆઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હોવા છતાં કેદીઓને ત્રણ દિવસ સુધી મુક્ત ન કરવા અંગેના સમાચાર વાંચીને ફાસ્ટરનો ખ્યાલ આવ્યો હતો. કારણ કે આદેશોની ફિઝિકલ કોપી જેલના અધિકારીઓને આપવામાં નથી આવી. ત્યારબાદ સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચે સ્વતઃ સંજ્ઞાન લીધું અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ વિકસાવવા માટે નિર્દેશ જારી કર્યા છે. સીજેઆઈએ કહ્યું કે, ફાસ્ટર નો હેતુ સુપ્રીમ કોર્ટ અથવા કોઈપણ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશોને તેમના પક્ષની દખલ વિના સુરક્ષિત રીતે પ્રસારિત કરવાનો છે.
હાઈકોર્ટ કક્ષાએ ૭૩ નોડલ ઓફિસરોની પસંદગી કરવા માટે સોફ્ટવેર અમલમાં મૂકવામાં આવ્યું છે. નોડલ અધિકારીઓ અને અન્ય અધિકારીઓની કુલ ૧,૮૮૭ ઈમેલ આઈડી છે. ફાસ્ટર જામીનના આદેશોનો સંચાર કરશે અને પ્રમાણીકરણ માટે એસસી અધિકારીઓના ડિજિટલ હસ્તાક્ષર હશે. ઈમેલ આઈડી ધારકો સુધી જ કમ્યૂનિકેશન સીમિત છે જે ગોપનિયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
સીજેઆઈ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તા, સુપ્રીમ કોર્ટના મહાસચિવ, કમ્પ્યૂટર કમિટિના રજિસ્ટાર, હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અને ઈ-સમિતિના ચેરમેનનો આભાર માન્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે એક મોટો ર્નિણય લેતા પોતાના આદેશોને સબંધિત સુધી પહોંચાડવા માટે ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન સિસ્ટમને લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વર્ષોથી એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે, જેમાં કોર્ટ દ્વારા જામીનના આદેશો પસાર કરવામાં આવ્યા હોવા છતાં કેદીઓને મુક્ત કરવામાં નહોતા આવ્યા કારણ કે, જામીનના આદેશોની પ્રમાણિત હાર્ડ કોપી જેલ સત્તાવાળાઓ પાસે જેલમાં મોડી પહોંચતી હતી. જેલ પ્રશાસનને કોર્ટના આદેશો ઝડપથી પ્રસારિત કરવા અને જીવનના અધિકારની કલમ ૨૧ના અસરકારક અમલીકરણ માટે આવી સિસ્ટમ લાવવાની સમયની જરૂરિયાત હતી.
આ સિસ્ટમ એવી વ્યક્તિઓની બિનજરૂરી ધરપકડ અને અટકાયતને રોકવામાં મદદ કરશે, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે.SSS