હવે જૂના સોનાના દાગીના વેચવા પર GST લાગશે
અમદાવાદ: હવે જૂના સોના અથવા ગોલ્ડ જ્વેલરીને વેચવા પર ૩ ટકા જીએસટી ચુકવવી પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આનો ર્નિણય થઈ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઈસાકે આ જાણકારી આપી હતી. જેનો મતલબ છે કે અહીંના લોકોને જૂના સોનાના ઘરેણા વેચવા પર નફો પહેલા કરતા ઓછો આવશે. થોમસ ઈસાકે જણાવ્યું કે હાલમાં રાજ્યોના નાણા મંત્રીના એક સમૂહ(જીઓએમ)માં જૂના સોના અને આભૂષણોના વેચાણ પર ૩ ટકા GST લગાવવા પર લગભગ સહમતિ બની ગઈ છે.
આ મંત્રી સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નાણા મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રી સમૂહનું સંગઠન સોના તતા બહુમુલ્ય રત્નોના પરિવહન માટે ઈ વે બિલની ક્રિયાન્વયન સમીક્ષા માટે કરવામાં આવ્યો છે.
મંત્રી સમૂહની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ છે. ઈસાકે જણાવ્યું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે સોનાના વેચાણ પર ૩ ટકાનુ જીએસટી આરસીએમ દ્વારા લગાવવામાં આવશે. હવે કમિટીના અધિકારીઓ આના નિયમો પર વિચાર કરશે.
એટલે કે નવી વ્યવસ્થા લાગુ કર્યા બાદ જ્વેલર જૂના આભૂષણ તમારી પાસેથી ખરીદે તો તે રિવર્સ મૂલ્ય રુપે ૩ ટકા જીએસટી તમારી પાસેથી વસૂલશે. તમે એક લાખ રુપિયાના જૂના દાગીના વેચશો તો જીએસટી રુપે ૩ હજાર કપાશે. જીઓએમે આ ર્નિણય કર્યો છે કે સોના અને દાગીનાઓની દુકાનોએ પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઈ -ઈનલવોઈસ (ઈ બિલ) બનાવવું પડશે. આ પગલુ ટેક્સ ચોરીને રોકવા માટે લગાવવામાં આવશે. હજું પણ નાના શહેરોથી માંડી મોટા શહેરોમાં અનેક જગ્યાએ સોનાના વેચાણમાં કાચા બિલ બને છે. આ તમામ પ્રક્રિયા ટેક્સ ચોરી અને બ્લેક મનીમાં ખપાવવા થાય છે. જેના પર અંકુશ આવશે. જેથી ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે.