હવે ડિજિટલ પ્લેટફોર્મથી સોનામાં રોકાણ કરવાનું સરળ બન્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Gold-1-scaled.jpg)
અપસ્ટોક્સના ગ્રાહકો હવે બજારનાં લાઇવ દર પર 99.9 ટકા શુદ્ધ 24 કેરેટ ગોલ્ડની ડિજિટલ ખરીદી કરી શકે છે
ગ્રાહકો ટૂંક સમયમાં ડિજિટલ ગોલ્ડને ફિજિકલ કોઇનમાં પરિવર્તિત કરવાનો વિકલ્પ ધરાવશે અને ફ્રી ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ સાથે ભારતમાં કોઈ પણ જગ્યાએ ડિલિવરીની સુવિધા મેળવશે
મુંબઈ, અપસ્ટોક્સ (જે RKSV સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) ભારતની અગ્રણી અને સૌથી વધુ ઝડપથી વિકસતી ડિજિટલ બ્રોકરેજ કંપનીઓ પૈકીની એક છે. કંપનીએ ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ** શરૂ કર્યું છે. સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા ઉપરાંત અપસ્ટોક્સના બે મિલિયનથી વધારે ગ્રાહકો હવે ઓનલાઇન અને મોબાઇલ એપમાંથી ગોલ્ડમાં પણ રોકાણ કરી શકે છે.
અપસ્ટોક્સ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ** ગ્રાહકોને લાઇવ બજાર દરે 99.9 ટકા શુદ્ધ 24-કેરેટ ડિજિટલ ગોલ્ડ ખરીદવા સક્ષમ બનાવે છે, જે પ્લેટફોર્મ પર રિયલ-ટાઇમમાં અપડેટ થાય છે**. પછી ખરીદી કરેલા ગોલ્ડને ફિઝિકલ કોઇન/બાર્સમાં પરિવર્તિત કરી શકાશે અથવા વોલ્ટમાં સ્ટોર કરી શકાશે.
આ વ્યવહાર સંપૂર્ણપણે ડિજિટલ છે, જે ગ્રાહકોને પ્લેટફોર્મ** પર ગોલ્ડની ખરીદી કે રીડિમ કરવા સક્ષમ બનાવે છે. અપસ્ટોક્સ ટૂંક સમયમાં ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ કોઇનને પરિવર્તિત કરવાનો વિકલ્પ પૂરો પાડશે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ ડિલિવર થાય છે, એમાં 0.1 ગ્રામ જેટલી ઓછી ખરીદી માટે પણ ફ્રી ટ્રાન્ઝિટ વીમાની સુવિધા ઉપલબ્ધ છે.
આ લોંચ પર અપસ્ટોક્સના સીઇઓ અને સહસ્થાપક શ્રી રવિ કુમારે કહ્યું હતું કે, “ગોલ્ડને મૂલ્યના સંગ્રહ, સંપત્તિનું પ્રતીક ગણવામાં આવે છે તથા સામાન્ય રીતે રોકાણનાં સલામત વિકલ્પ પૈકીનો એક ગણાય છે. અપસ્ટોક્સમાં અમારું માનવું છે કે, દરેક પાસે રોકાણના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી તેઓ સંતુલિત અને વિવિધતાસભર પોર્ટફોલિયો ઊભો કરી શકે. અમે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આઇપીઓ, એનએફઓ અને અન્ય ઉત્પાદનો સાથે ડિજિટલ ગોલ્ડની ઓફરનો લાભ લઈને સંપત્તિનું સર્જન કરવાની ઉપયોગી રીતનો લોકો ઉપયોગ કરે એવું ઇચ્છીએ છીએ.”
જ્યારે અપસ્ટોક્સ 2 મિલિયનથી વધારે ગ્રાહકો સાથે એના ગ્રાહકો માટે રોકાણના વિકલ્પો વધારવા સતત કામ કરે છે, ત્યારે તેમને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. અપસ્ટોક્સે કિંમતી ધાતુઓનું વ્યવસ્થાપન કરતી કંપની #Augmont સાથે જોડાણ કર્યું છે, જે ગ્રાહકોને ફક્ત રૂ. 1થી શરૂ કરીને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ શરૂ કરવા સક્ષમ બનાવે છે.