હવે તમને લાગેલા લોટરીના રૂપિયા પર પણ જીએસટી લાગશે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે લોટરી અને ગેમ્બલિંગને જીએસટીમાં સામેલ કરવાને કાયદાકીય પગલું ગણાવ્યું છે. લોટરીમાં ઇનામની રકમ પણ ટેક્સના દાયરામાં આવે છે. એક પ્રાઇવેટ લોટરી કંપનીએ લોટરીને જીએસટીમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
પરંતુ સુપ્રીમ કોર્ટે જીએસટી કાઉન્સિલના નિર્ણયને યોગ્ય ગણાવ્યું છે. જીએસટી કાઉન્સિલે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લોટરી પર 1 માર્ચ, 2020થી 28 ટકા જીએસટી લગાવાનો નિર્ણય કર્યો હતો.
આ મુદ્દે જીએસટી કાઉન્સિલમાં ઘણી માથાકૂટ થઇ હતી. આ નિર્ણય માટે જીએસટી કાઉન્સિલે મતદાનનો સહારો લેવો પડ્યો હતો. જેમાં 21 રાજ્યોએ લોટરી ઉપર જીએસટી લગાવવાનું સમર્થન કર્યું હતુ. જ્યારે કે સાત રાજ્યોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.