હવે તમે ફેસબુક પર નહીં જોઈ શકો લાઈક્સની સંખ્યા, જાણો કેમ ?
આ અંગે ફેસબુકે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં વધેલા સામાજિક દબાણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કંપની એવું ઈચ્છતી નથી કે, ફેસબુક પર કોઈ પ્રતિસ્પર્ધા જેવું અનુભવે. આ ફીચરથી એવા લોકોને ફાયદો થશે કે જેઓ ઓછી લાઈક્સ મળવાથી અથવા તો પોસ્ટથી હેરાન-પરેશાન થતાં હોય છે.
એક સંશોધનમાં જણાવ્યું હતું કે, ફેસબુક પોસ્ટ પર ઓછી લાઈક્સ મળવાથી ઘણાં પોતાની પોસ્ટ ડિલીટ કરી દેતાં હોય છે. પરંતુ ફેસબુક આવા લોકોને નવો અનુભવ આપવા માગે છે.
કેનેડામાં ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલો આ પ્રયોગ હવે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને અન્ય અગ્રણી દેશોમાં શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ફેસબુકે કહ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. જોકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ખાસિયત અલગ છે. આ પ્રયોગથી અમને અલગ-અલગ આંકડા જોવા મળશે. જોકે કંપનીએ આ પ્રયોગ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે કંઈ જણાયું નથી.