Western Times News

Gujarati News

હવે તો ગુજરાતમાં પણ પેટ્રોલ ૧૦૦ને પાર,ત્રણ શહેરમાં વાહન ચલાવવું મોંઘું

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે દેશ અને રાજ્યોમાં પણ જાેવા મળી રહી છે, ઈંધણના ભાવ વધારાને પગલે હવે ગુજરાતમાં પણ તેલ કંપનીઓ દ્વારા ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને લઈ હવે ઈંધણના ભાવોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે, એક તરફ મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો થતા જનતાને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે.

રાજ્યના અનેક શહેરમાં ઈંધણના ભાવ ૧૦૦ રૂપિયાને પાર વટાવી ચુક્યા છે. ત્યારે આજે અમદવાદમાં પણ પેટ્રોલ ડીઝલમાં વધારો થતા પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા છે.

જાે વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલાના ભાવમાં રૂપિયા ૩૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં પણ સતત વધારો થતા ડીઝલ પણ ૧૦૦ રૂપિયા નજીક પહોંચી ગયું છે હાલ શહેરમાં ડીઝલના ભાવ પ્રતિ લીટર ૯૮.૯૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવની અસરને પગલે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે, રાજકોટમાં પેટ્રોલના ભાવ ૯૯.૯૬ રૂ પ્રતિ લીટર તો ડીઝલનો ભાવ ૯૯.૧૪ રૂ પ્રતિ લીટર જાેવા મળી રહ્યો છે, આજે પેટ્રોલનો ભાવમાં ૨૯ પૈસાનો વધારો નોંધાયો તો ડિઝલના ભાવમાં ૩૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ ૧૦૦ ને પાર પહોંચી ગયો છે, ભાવનગરમાં હાલ પેટ્રોલનો ૧૦૧.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા ૧૦૦.૫૮ પહોંચી ગયો છે,

સુરતમાં પેટ્રોલના ભાવ ૯૯.૯૭ રૂ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૮.૮૫ રૂ પ્રતિ લીટર, તો જામનગરમાં પેટ્રોલનો ભાવ ૯૯.૯૭ અને ડીઝલનો ભાવ ૯૮.૮૪ રૂપિયા પર પહોંચ્યો છે, સાથે વડોદરામાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ ૧૦૦ને પાર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ ૯૮.૯૩ થયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.