હવે તો દીદીનો સાથ પ્રશાંત કિશોરે પણ છોડી દીધો છે : ભાજપ
નવીદિલ્હી: ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા મુખ્ય સલાહકાર નિયુકત કરવા પર ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે હવે તો તેમણે ( પ્રશાંત કિશોરે) પણ દીદીનો સાથ છોડી દીધો છે.
ભાજપ મુખ્ય કાર્યાલયમાં એક સવાલના જવાબમાં પાર્ટીના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે પ્રશાંતે પણ દીદીનો હાથ છોડી દીધો છે. ચુંટણીના પરિણામ જાહેર થાય તે પહેલા દીદીના સાથે મોટા સલાહકાર ઘર છોડી બીજાના ઘરમાં જઇ રહ્યાં છે.
એ યાદ રહે કે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીના રણનીતિકારના રૂપમાં કામ કરી રહ્યાં છે પશ્ચિમ બંગાળમાં ૨૭ માર્ચથી આઠ તબક્કામાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે તાજેતરના વર્ષોમાં તે અનેક વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિરોધી પક્ષો માટે કામ કરી ચુકયા છે.
પાત્રાએ કહ્યું કે કિશોરને અમરિંદર સિંહની સાથે જવું પોતાના આપમાં ખુબ કંઇ કહી જાય છે તેમણે કહ્યું કે અમિત શાહ અને જે પી નડ્ડા દરેક વખતે કહે છે કે બંગાળમાં ભાજપની બેઠકો ૨૦૦ને પાર થશે આજે દરેક કોઇ આ વાતને સ્વીકાર કરે છે અને જે કહેવાતા રાજનીતિક સલાહકાર છે તે પણ એ વાતને સારી રીતે માહિતગાર છે.
અમરિંદરસિંહે ખુદ જાહેરાત કરી છે કે પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર નિયુકત કર્યા છે આ નિયુક્તિ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી વર્ષની શરૂઆતમાં પંજાબ વિધાનસભાની ચુંટણી થનાર છે કિશોરની કંપની ઇડિયન પોલિટિકલ એકશન કમિટી પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભામાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની સહાયતા કરી રહ્યાં છે.
કિશોરે ૨૦૧૭ની પંજાબ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના ચુંટણી અભિયાનને પણ સંભાળ્યુ હતું ત્યારે પાર્ટી ૧૧૭ સભ્યોવાળી વિધાનસભામાં ૭૭ બેઠકો જીત સત્તામાં પહોંચી હતી કિશોરે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચુંટણીમાં નરેન્દ્ર મોદીના અભિયાનનું સુકાન સંભાળ્યુ હતું.