Western Times News

Gujarati News

હવે તો સસરા પણ સાથે બેસીને ચીયર કરે છે: ભારતી સિંહ

મુંબઈ, ભારતી સિંહ તેના કોમિક ટાઈમિંગથી ફેન્સને હસાવતી રહે છે. તે માત્ર તેના ટેલેન્ટથી શોને રસપ્રદ નથી બનાવતી પરંતુ તેના જીવનની નાના-નાની વાતો પણ પંચ સાથે શેર કરતી રહે છે. ભારતી સિંહે હાલમાં લગ્નમાં મળેલી ગિફ્ટ, હર્ષ લિંબાચિયા સાથે લગ્ન બાદનું જીવન તેમજ તેના સાસરિયા વિશે કેટલીક રસપ્રદ વાત કરી હતી.

કોમેડિયન ભારતી સિંહે હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર ટિ્‌વન્સ બહેનો સુરભી અને સમૃદ્ધિ ઉર્ફે ચિંકી મિંકી સાથે સેશન કર્યું હતું, જે તેમની ર્રૂે્‌ેહ્વી ચેનલ માટે શૂટ કરવામાં આવ્યું હતું. બંનેએ ભારતીના ઈન્ટરવ્યૂની ક્લિપ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેને જાેઈને તમે હસ્યા વગર નહીં રહી શકો.

વીડિયોમાં જાેઈ શકાય છે કે, સુરભી અને સમૃદ્ધિ ભારતીને પૂછી રહી છે કે, શું તેણે ક્યારેય એક સાથે બે લોકોના ઈન્ટરવ્યૂ કર્યા છે. જેનો ભારતી સિંહે મજાનો જવાબ આપ્યો હતો અને તેના સાસુ-સસરાનું નામ લીધું હતું. બાદમાં બહેનોએ તેને લગ્નમાં મળેલી સૌથી મોંઘી ગિફ્ટ વિશે સવાલ કર્યો. જેનો જવાબ આપતા તેણે કહ્યું, તેના લગ્ન માટે કોઈએ છેક ગોવા સુધી ટ્રાવેલિંગ કર્યું હતું અને ગિફ્ટમાં છ આઈસક્રીમ બાઉલનો સેટ આપ્યો હતો.

‘ગોવા આવીને આઈસક્રીમના ૬ બાઉલ કોણ આપે, તેના કરતાં પાન ખવડાવી દીધું હોત તો વધારે સારું રહેત, તેમ ભારતીએ કહ્યું. બાદમાં, સુરભી અને સમૃદ્ધિએ ભારતીને પૂછ્યું કે, એક પંજાબી મહિલા ગુજરાતી વ્યક્તિ હર્ષ અને તેના પરિવાર સાથે કેવી રીતે સેટલ થઈ. તેમણે પૂછ્યું કે, શું કપલમાં કોઈ મોટો તફાવત ન જાેવા મળ્યો કારણ કે, એક ડ્રાય સ્ટેટમાંથી આવે છે અને અન્ય રાજ્ય એવું છે જ્યાંના લોકો તેમની પીવાની આદત માટે જાણીતા છે.

આ રસપ્રદ સવાલનો જવાબ આપતાં, ભારતી સિંહે કહ્યું, હવે ડ્રાય સ્ટેટ ડ્રિકિંગ સ્ટેટ બની ગયું છે. તેણે ઉમેર્યું હવે તો સસરા પણ સાથે બેસીને ચીયર કરે છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના લગ્નજીવનની વાત કરીએ તો, ડિસેમ્બર ૨૦૨૧માં કપલના લગ્નને ચાર વર્ષ પૂરા થયા હતા. કપલે હાલમાં જ તેઓ માતા-પિતા બનવાના હોવાની જાહેરાત કરી હતી. ભારતી સિંહ એપ્રિલ, ૨૦૨૨માં પહેલા સંતાનને જન્મ આપવાની છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.