Western Times News

Gujarati News

એસ.ટી. બસમાં ૧૦૦ ટકા ક્ષમતા સાથે મુસાફરી કરી શકાશે

પ્રતિકાત્મક

અમદાવાદ: સમગ્ર રાજય માં કોરોનાની બીજી લહેર ખુબ જ ભયાનાક જાેવા મળી હતી . કોરોના ની આ બીજી લહેર માં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા હતા . આ બીજી લહેર ને કાબુ માં લાવવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. વધતા જતા સંર્ક્મણને લીધે રાજય માં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . હવે કોરોના કેસ ઘટતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે . ગુજરાત ના ૮ મહાનગર પાલિકા સિવાય બાકીના બધા શહેરોમાં રાત્રી કર્ફ્‌યું હટાવી લેવામાં આવ્યું છે . તેમજ લગ્ન પ્રસંગોમાં ૧૫૦ વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે . સ્વિમિંગ પાર્ક પણ શરુ કરવામાં આવ્યા છે. વધતા જતા સંક્રમણને લઈને મ્ઇ્‌જી બસ બંધ કરવામાં આવી હતી.

કોરોના કેસ ઘટતા હવે મ્ઇ્‌જીની સેવા ફરીથી શરુ કરવામાં આવી છે. તેમજ એસ.ટી. બસ પણ શરૂઆત માં બંધ કરવામાં આવી હતી . જે થોડા દિવસ પહેલા જ ૫૦ ટકા કેપેસીટી થી ચાલુ કરવામાં આવ્યું હતું . કોરોના કેસ ઘટતાએસ.ટી. નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે જેમાં હવે નોન એસી એસ.ટી. બસ ૧૦૦ ટકા ક્ષમતા સાથે શરૂ થશે. લોકો હવે સરળતાથી મુસાફરી કરી શકશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.