Western Times News

Gujarati News

હવે દિલ્હીનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે.: મુખ્યમંત્રી કેજરીવાલ

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલની જાહેરાત પ્રમાણે હવે દિલ્હીનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં ફક્ત સીબીએસઇ/આઇસીએસઇ બોર્ડ જ છે. આ પ્રમાણે જ ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

દિલ્હીના અલગ શિક્ષણ બોર્ડ માટે અરવિંદ કેજરીવાલ સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં અમુક સ્કૂલોમાં નવા બોર્ડ હેઠળ અભ્યાસ કરાવવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પોતાના અલગ અલગ બોર્ડ છે. એટલું જ નહીં, તે પ્રમાણે જ અભ્યાસ કરાવવામાં આવે છે. હવે આ જ રીતે દિલ્હી સરકારે પોતાનું અલગ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.

નવા બોર્ડ અંગેની જાહેરાત કરતી વખતે સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, નવા બોર્ડને કારણે દિલ્હીની વર્તમાન એજ્યુકેશન પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તનો આવશે. જેને કારણે શિક્ષણન ા સ્તરને નવી ઊંચાઈ લઈ જઈ શકાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧,૦૦૦ સરકારી અને ૧,૭૦૦ ખાનગી સ્કૂલો આવેલી છે. જેમાંથી મોટાભાગની સરકારી અને ખાનગી સ્કૂલો સીબીએસઈ સાથે જાેડાયેલી છે.

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન ૨૦થી ૨૫ સરકારી સ્કૂલોને રાજ્ય સરકારના નવા શૈક્ષણિક બોર્ડ હેઠળ લાવવામાં આવશે અને તેમની સીબીએસઈની માન્યતા રદ કરાશે. જે સ્કૂલોને રાજ્યના બોર્ડ હેઠળ લાવવામાં આવશે તેના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ચર્ચા બાદ જ કોઈ ર્નિણય લેવામાં આવશે.

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, “અમને આશા છે કે આગામી ચારથી પાંચ વર્ષમાં તમામ સ્કૂલો સ્વૈચ્છિક રીતે સ્થાનિક બોર્ડની માન્યતા મેળવી લેશે.” કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન મુલ્યાંકન કરવામાં આવશે. તેના આધારે ઇન્ટરનેશનલ માપદંડો સાથે નવી શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.