હવે દિલ્હીમાં ભાજપમાં પણ વિખવાદ જાેવા મળ્યો
નવીદિલ્હી: દેશમાં અલગ અલગ રાજ્યમાં રાજકીય પાર્ટીઓમાં ઘમાસાન ચાલી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં ભાજપમાં પણ વિખવાદ જાેવા મળ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર તેજિંન્દ્રર પાલ સિંહ બગ્ગા અને નેહા શાલિની દુઆ સહિતના કેટલાક પ્રવક્તાઓને પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાંથી હટાવવામાં આવ્યા છે. ત્યારબાદથી અટકળો વધુ તીવ્ર બની છે.
ભાજપના મીડિયા ટીમના વડા નવીન કુમારે દાવો કર્યો હતો કે પાર્ટીમાં બધુ બરાબર છે અને તેમાં કોઈ વિખવાદ નથી કેટલાક લોકોએ તેમના મોબાઇલ ફોન બદલાવી લીધા છે અથવા કોઈ અન્ય કારણ હોઈ શકે છે, જેના કારણે કેટલાક લોકોના નામ છોડી દેવામાં આવી શકે છે,સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય એવા બગ્ગાને ગયા શનિવારે બે વોટ્સએપ ગ્રુપમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે પાર્ટીની મીડિયા ટીમના તે સભ્ય છે. ભાજપના એક નેતાએ કહ્યું કે મંગળવારે તેમને ફરી એકવાર એડ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતે ગ્રુપ છોડી દીધું હતું. ત્યારબાદ બગ્ગાએ ટિ્વટર પર તેમની રજૂઆતથી ‘ભાજપ પ્રવક્તા’ હટાવી દીધુ છે.
જ્યારે બગ્ગાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું કંઈપણ ટિપ્પણી કરીશ નહીં. પાર્ટીના નેતાઓ સાથે વાત કરો. ભાજપ નેતાએ કહ્યું કે, બગ્ગાએ ૨૦૨૦ માં હરીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હાર્યા હતા. ગયા વર્ષે પાર્ટીના પુનસંગઠનમાં, તેમને કેટલીક મોટી જવાબદારી જાેઈતી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી. તે પછી તે બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા હતા.આવું જ પાર્ટીના અન્ય પ્રવક્તા હરીશ ખુરાના સાથે થયું છે. તે દિલ્હીના પૂર્વ સીએમ મદનલાલ ખુરાનાનો પુત્ર છે. એક મહિના પહેલા, તેમણે દિલ્હી ભાજપનું મીડિયા વોટ્સએપ ગ્રુપ છોડી દીધું હતું.