Western Times News

Gujarati News

હવે નવા ૩૫ ટકાના સ્લેબની પેનલ દ્વારા ભલામણો કરાઈ

નવીદિલ્હી : પ્રત્યક્ષ કરવેરા અંગે નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યો છે જેમાં પેનલ દ્વારા પર્સનલ ઇન્કમટેક્સના સ્લેબમાં ધરખમ સુધારા કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. ડિસ્પોઝેબલ ઇન્કમને વધારવા માટે તથા કન્ઝ્યુમર ડિમાન્ડને વધારવાના હેતુસર નવા કાયદાને તૈયાર કરવા માટેની પેનલ દ્વારા અનેક સૂચનો કરવામાં આવ્યા છે. માહિતગાર સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ડ્રાફ્ટ સૂચનમાં નવા સ્લેબની વાત કરવામાં આવી છે. ચારના બદલે પાંચ સ્લેબની વાત કરવામાં આવી છે.

આ વખતે બે કરોડ અથવા તો તેનાથી વધુની કમાણી કરનાર લોકો માટે ૩૫ ટકાના નવા સ્લેબને રજૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ડાયરેક્ટ ટેક્સ કોડ અંગેની પેનલ દ્વારા પાંચ લાખ સુધીની આવકમાંથી મુક્તિ માટે થ્રેસોલ્ડમાં વધારો કરવાની પણ રજૂઆત કરી છે. આ પેનલ દ્વારા પાંચ લાખ અને ૧૦ લાખ વચ્ચેની વાર્ષિક આવક માટે ૧૦ ટકાના નિચલા રેટનું સૂચન કર્યું છે

જ્યારે ૧૦ લાખ અને ૨૦ લાખ વચ્ચેની આવક માટે ૨૦ ટકા રેટનું સુચન કર્યું છે. આવી જ રીતે ૨૦ લાખ રૂપિયાથી લઇને બે કરોડ સુધીની આવક માટે ૩૦ ટકાનું સૂચન કરવામાં આવ્યું છે. હાલમાં પર્સનલ ઇન્કમટેક્સ ૨.૫ લાખથી લઇને ૫ લાખ વચ્ચેની આવકમાં પાંચ ટકા ટેક્સ હોય છે જ્યારે પાંચ લાખ રૂપિયાથી લઇને ૧૦ લાખ વચ્ચેની આવક માટે ૨૦ ટકા અને ૧૦ લાખથી ઉપરની આવક માટે ૩૦ ટકા ટેક્સ લાગૂ થાય છે. આવી જ રીતે વર્તમાન સ્કીમમાં ૧૦ ટકા સ્લેબને લઇને ચર્ચા હંમેશા રહી છે. જા ભલામણને સ્વીકારી લેવામાં આવશે તો પાંચ ટકાનો સ્લેબ રહેશે નહીં.

આ વર્ષથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને ૧૨૫૦૦ રૂપિયાની રિબેટ મળી રહી છે. પાંચ લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ ફ્રીની વ્યવસ્થા છે. ટેક્સ સ્લેબમાં ફેરફારના સંદર્ભમાં સુત્રોએ કહ્યું છે કે, આનાથી વપરાશમાં વધારો થશે અને મિડલ ઇન્કમ ગ્રુપ દ્વારા રોકાણ વધારવામાં આવનાર છે. પાંચ લાખથી લઇને ૨૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર લોકો ટેક્સ રેટમાં ઘટાડાને લઇને વધુ રાહત અનુભવશે.

અખિલેશ રંજનના નેતૃત્વમાં સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામનને ૧૯મી ઓગસ્ટના દિવસે અહેવાલ સોંપી દીધો હતો. નવા ટેક્સ કોડનો હેતુ કરવેરાના કાયદાને વધુ સરળ કરવાનો રહેલો છે. સાથે સાથે મુÂક્તની સંખ્યાને પણ ઘટાડવામાં આવનાર છે. અહેવાલ સુપ્રત કરવા માટેની મહેતલ કેટલીક વખત લંબાવવામાં આવી હતી. મૂળભૂતરીતે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે અહેવાલ સુપ્રત કરવામાં આવનાર હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.