હવે નહીં મળે યુવાનોને રોજગાર બેરિકેડિંગ તોડતા શીખી લો : રાકેશ ટિકૈત
જયપુર: ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાનમાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે આપણા યુવાનો છે તેમને રોજગાર હવે નહીં મળે. હવે નવી કોઈ ભરતી નહીં થાય. જેમને નોકરીઓમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. સાથે તેમણે કહ્યું કે બેરિકેડિંગ તોડતા શીખો ટ્રેક્ટર ખેડૂતોની ટેંક છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી તમે બેરિકેડિંગ તોડીને આગળ નહીં વધો ત્યાં સુધી દિલ્હી સુધી આંદોલન નહીં કરી શકો. બેરિકેડિંગ તોડવા જ આંદોલનનો ભાગ છે. તેમણે કહ્યું કે આવનારું જે આંદોલન છે તેમાં બેરિકેડિંગ ક્યાંય નહીં હોય. પ્રશાસન જાે કહે કે કલમ ૧૪૪ લાગુ છે તો હું તમને કહ્યું છું કે ભારતીય ખેડૂત યૂનિયન તે જગ્યાઓ પર ૨૮૮ની કલમ ૭ ત્યાં લાગે છે. ટિકૈતે કહ્યું કે આ વખતે આંદોલનમાં રાજસ્થાન ઘણુ મજબૂતાઈની સાથે અડેલું છે.
પીએમ પર હુમલો કરતા ખેડૂત નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે એમએસપી છે. એમએસપી હતી અને રહેશે. ૧૦ દિવસમાં તમારો પાક આવી જશે ત્યારે તમે પણ કહેજાે એમએસપી હતી, છે અને રહેશે, તેમની જાહેરાતોની ખબર તમને કાલે પડી જશે. તેમણે કહ્યું કે કંઈ નથી કરવાના આ લુંટેરા છે. દેશને લુંટવા આવ્યા છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રાજસ્થાનના ઝુંઝુનૂંમાં ખેડૂત મહાપંચાયત કરી નવો ફોર્મૂલા આપ્યો. ટિકૈતે અહીં ખેડૂતોને કહ્યું હતું કે રાજસ્થાનના ઘઉં સૌથી પહેલા બજારામાં આવશે. સરકારે એમએસપી આપવી પડશે. જાે તમને એમએસપી ન મળે તો તમે ઘઉં ભરીને દિલ્હી પહોંચી જાઓ. જાે દિલ્હીમાં કોઈ તમને રોકે છે તો તેમને એમએસપી પર ઘઉં ખરીદવા પડશે. કેમ કે પ્રધાનમંત્રી મોદીએ કર્યુ કે ખેડૂત દેશમાં ક્યાંય પણ અનાજ વેચી શકે છે. એવું થોડું કીધું છે કે દિલ્હીમાં ન વેચી શકે. દિલ્હીની મંડી સૌથી સારી છે. તમામ પોતાના અનાજ ભરીને દિલ્હી ચલો.
ટિકૈતે કહ્યું હતુ કે ઝુંઝુનૂ તો ક્રાંતિકારીઓનો જિલ્લો છે. અનેક શહીદ થયા જેમણે સામંતવાદી વ્યવસ્થાની સામે આંદોલન ચલાવ્યું. તમારે નિકળવું પડશે. આ મોર્ચે બંધી તોડવી પડશે નહીં તો દિલ્હી સરકાર સાંભળવાની નથી. આ વખતે મોર્ચા બંધી નથી તુટી. આ વખતે પણ એમએસપીન મળી તો બાળકો આપણને માફ નહીં કરે. જાે આંદોલન ફેલ થયું તે દેશો ખેડૂત નિષ્ફળ જશે.
ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ સતત આંદોલન ચાલું છે. ૧૦૦થી પણ વધારે દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર બેઠા છે. સરકારની સાથે ૧૧માં દોરની વાર્તા બાદ પણ બન્ને પક્ષો વચ્ચે કોઈ ર્નિણય નથી આવ્યો. જે બાદ સરકાર અને ખેડૂતોની વચ્ચે ડેડલોક ચાલુ છે. બન્ને પક્ષોની વચ્ચે છેલ્લી વખત ૨૨ જાન્યુઆરીએ બેઠક થઈ હતી.