હવે પુજા હેગડેને નવી ફિલ્મ માટે ચાર ગણી વધુ ફી મળી
મુંબઇ, રિતિક રોશન સાથે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર પુજા હેગડેને નવી નવી સફળતા મળી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ પુજાને હવે નવી ફિલ્મમાં કામ કરવા માટે ચાર ગણી ફી મળનાર છે. તે સલમાન ખાનની સાથે નવી ફિલ્મ કભી ઇદ કભી દીવાલીમાં નજરે પડનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો પુજાને આ ફિલ્મમાં કામ કરવા માટે જંગી રકમ મળનાર છે. નિર્માતા સાજિદ નડિયાદવાળા ફિલ્મમાં કામ કરવા માટે ચાર ગણી ફી આપવા જઇ રહ્યા છે. સાજિદે પુજા હેગડે સાથે હાઉસફુલ-૪ ફિલ્મ બનાવી હતી. જે સફળ સાબિત થઇ હતી. હવે પુજા સલમાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ શકે છે.
સલમાન ખાન સાથે પહેલા કેટલીક અભિનેત્રીના નામ પર ચર્ચા ચાલી હતી. આખરે પુજા હેગડની પસંદગી કરવામાં આવી છે. પહેલા કૃતિ સનુનને ફિલ્મમાં લેવાની તૈયારી કરવામાં આવી હતી. આખરે પુજા પર પસંદગી ઉતારી દેવામાં આવી છે. પુજાની કેરિયરમાં હવે તેજી આવી શકે છે. પુજાની પાસે અન્ય જે ફિલ્મ હાલમાં રહેલી છે તેમાં મોસ્ટ એલિજેબલ બેચલર અને જાન ફિલ્મનો સમાવેશ થાય છે. પુજા હેગડે બોક્સ ઓફિસ પર હવે એક સફળ સ્ટાર તરીકે ઉભરી રહી છે. પુજા હિન્દી ફિલ્મોની સાથે સાથે હવે દક્ષિણ ભારતની ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. રિતિક રોશન સાથે આશુતોષ સાથે તેની કેરિયર શરૂ થઇ હતી.
જો કે આ ફિલ્મ સરેરાશ સફળ રહી હતી. જેની નોંધ લેવામાં આવી ન હતી. હવે તેની ફિલ્મ સફળતા તરફ આગળ વધી રહી છે. પુજા હેગડે બોલિવુડમાં કેરિયરને લઇને ભારે આશાવાદી બનેલી છે. પુજા હેગડે હાલમાં નવી ફિલ્મને લઇને ખુબ મહેનત કરી રહી છે. પોતાની ભૂમિકાને ન્યાય માટે સજ્જ છે.