હવે પેન્શનર્સને હયાતીનો પૂરાવો રજૂ કરવા બેંક સુધી ધક્કો ખાવો નહિં પડે
SBIએ પેન્શનર્સ માટે ‘વીડિયો લાઇફ સર્ટિફિકેટ’ સુવિધા પ્રસ્તુત કરી
મુંબઈ :દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ લાખો પેન્શનર્સ (ફેમિલી પેન્શનર્સ માટે) માટે સરળતાપૂર્વક લાઇફ સર્ટિફિકેટ (હયાતીનો પુરાવો) રજૂ કરવાના ઉદ્દેશ સાથે વીડિયો લાઇફ સર્ટિફિકેટ (વીએલસી) સુવિધા રજૂ કરવાની જાહેરાત કરી છે. SBI launches ‘Video Life Certificate’ facility for pensioners
પેન્શનર્સ તેમના ઘરની સુવિધાએ બેંકની શાખાની મુલાકાત લીધા વિના એસબીઆઈના સ્ટાફને વીડિયો કોલ કરીને લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાની સુવિધાજનક અને સંપૂર્ણ પ્રક્રિયા આપી છે.
તેમણે www.pensionseva.sbi પર વીડિયો એલસી પર ક્લિક કરીને લોગ ઓન કરીને તેમના એસબીઆઈ પેન્શન એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડશે. ત્યારબાદ તેમણે તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરો પર પ્રાપ્ત ઓટીપી સબમિટ કરવો પડશે.
એકવાર શરતો અને નિયમો વાંચીને તેઓ ‘સ્ટાર્ટ જર્ની’ પર ક્લિક કરી શકે છે. પેન્શનર્સે તેમનું ઓરિજિનલ પેન કાર્ડ હાથવગું રાખીને ‘આઇ એમ રેડી’ પર ક્લિક કરીને વીડિયો કોલ સ્ટાર્ટ કરવા મંજૂરી આપી શકે છે.
આ પહેલ પર એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમને વધુ એક ઉપયોગી ગ્રાહક-કેન્દ્રિત પહેલ શરૂ કરવાની ખુશી છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે. અમારું માનવું છે કે, આ સુવિધા ડિજિટલ રીતે પેન્શનર્સને સક્ષમ બનાવશે
અને કોવિડ-19 વચ્ચે શાખાની મુલાકાત વિના તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા સક્ષમ બનાવશે. અમે એસબીઆઈમાં સુવિધાના વધુ એક સ્તર પ્રદાન કરવા અને બેંકના કસ્ટમાઇઝ ટેક-સંચાલિત ઉત્પાદનો અને સેવાઓ દ્વારા અમારા તમામ ગ્રાહકોને સુવિધા આપવા સતત કાર્યરત છીએ.”