હવે પોસ્ટમોર્ટમમાં ચીરફાડ થશે નહીં,નવી ટેકનીકનો ઉપયોગ
નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છ કે પોસ્ટમોર્ટમ(શબ પરીક્ષણ) માટે નવી ટેકનીક શોઘી લેવામાં આવી છે જેમાં પાર્થિવ શરીરની ચીર ફાડ કરવાની જરૂરીયાત રહેશે નહીં. હર્ષવર્ધને જણાવ્યું હતું કે નવીદિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ) અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરષદે મળી શબ પરીક્ષણ માટે એક એવી પધ્ધતિ તૈયાર કરી છે જેમાં પાર્થિવદેહની ચીરફાડ રવાની જરૂરત બંધ થઇ જશે તેમણે કહ્યું કે આગામી છ મહીનામાં એમ્સમાં આ ટેકનીકતી શબ પરીક્ષણ શરૂ થઇ જશે આ ટેકનીકની તમામ સુચના અને માહિતીઓને ડિજીટલ રૂપિમાં રાખવામાં આવશે.
આથી ફરી કયારેય જરૂરત પડવાથી તેનો ઉપયોગ કરવામાં આવશે તેમણે કહ્યું કે આ નવી ટેકનીક પહેલા દિલ્હીની એમ્સમાં લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ દેશની અન્ય હોÂસ્પટલોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમણે કહ્યું કે તેના માટે એમ્સ ડોકટરો અને કર્મચારીઓને પ્રશિક્ષ પણ આપશે મંત્રીએ કહ્યું કે નવી ટેકનીકમાં માનવીય દ્ષ્ટિકોણને ધ્યાનમાં રાખવામાં આવશે દક્ષિણ એશિયામાં આ ટેકનીકનો ઉપયોગ કરનાર પહેલો દેશ છે. આ ટેકનીક જર્મની નાર્વે ઇઝરાયેલ સ્વીડન બ્રિટેન અને હોંગકોગમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.