હવે પ્રિયંકા ચોપડાની કંપની હવે કેટલીક ફિલ્મો બનાવશે
મુંબઇ, નિક જાનસની સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થઇ ગઇ છે. તે જુદા જુદા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. એકબાજુ તે નેટÂફ્લક્સ માટે બે ફિલ્મ બનાવી રહી છે. આવી જ રીતે તેની કંપની ડઝન જેટલી પ્રાદેશિક ભાષાની ફિલ્મો બનાવી રહી છે. નિક જાન્સનની સાથે લગ્ન કર્યા બાદ સમય કાઢવાને લઇને પ્રિયંકા ચોપડા ખુબ સંઘર્ષ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે હોલિવુડ અને બોલિવુડમાં કામ કરવા માટે ઉત્સુક છે.
જો કે તેની પાસે સમયનો અભાવ છે. હવે તેની પાસે થોડાક સમય આવતા તે એક હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હોલિવુડમાં પોતાના રંગ જમાવ્યા બાદ તમામ ચાહકો માની રહ્યા હતા કે તે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનુ બંધ કરી દેશે. કારણ કે લગ્ન પણ તે નિક જાનસ સાથે કરી ચુકી છે. આવી સ્થિતિમાં તે ભારતમાં ઓછી રહે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે સમય બિલકુલ નથી. થોડાક સમય પહેલા પ્રિયંકા ચોપડાએ નીક જાનસની સાથે લગ્ન કરીને ભાર ચર્ચા જગાવી હતી. ભારતીય વ્યક્તિની સાથે લગ્ન કરવાના બદલે વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરીને પ્રિયંકાએ તમામને ચોંકાવી દીધા હતા.
હવે તે બે ભાષામાં કામ કરી રહી છે. પ્રિયંકાની કંપની જે ફિલ્મો બનાવી રહી છે તેમાં એક ફિલ્મ માધુરી દિક્ષિતની લાઇફ પર આધારિત ફિલ્મ પણ છે. જેમાં કલાકારોને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. નિક સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપડા હવે મોટા ભાગે વિદેશમાં રહે છે. તે ભારતમા ખુબ ઓછી રહે છે. જા કે તેની પ્રોડક્શન કંપની હાલમાં ફિલ્મમો બનાવી રહી છે. જેમાં નાણાંકીય ભૂમિકા તેની છે.