હવે પ્લાસ્ટિકના બદલે પેપર બેગમાં પાણી મળશે
આ પ્લાસ્ટિકની બોટલ્સમાંથી ૧૦ ટકા કરતા પણ ઓછી બોટલ્સનું રિસાઈક્લિંગ થાય છે જે એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મુદ્દાનું સમાધાન શોધવા માટે તેમણે કાર્ડબોર્ડ બોક્સનો ઉપયોગ કરીને પાણી પેક કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં રિસાઈકલ કરી શકાય તેવી ‘બેગ ઈન બોક્સ’ બેગમાં ભરીને ભરપૂર પાણી આપવામાં આવે છે.
સુનીથે જણાવ્યું કે, હાલ પેપર બેગ પાણીના ડબ્બા ૫ લીટર અને ૨૦ લીટર એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. ૫ લીટર પાણીના કેરબા માટે ૭૫ રૂપિયા જ્યારે ૨૦ લીટર પાણીના કેરબા માટે ૧૨૦ રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે. ચૈતન્યે જણાવ્યું કે, જમીની સ્તરે પરિવર્તન માટે તેમણે હોસ્પિટલ, હોટેલ્સ, નાની પાર્ટીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થતો હોય છે. હૈદરાબાદ અને તેની આજુ બાજુમાં આવેલી કેટલીક હોસ્પિટલ અને હોટેલ્સે આ ઈકો ફ્રેન્ડલી બોટલ્સ મંગાવવાનું શરૂ કરી દીધું છે.