હવે ફેલાઈ રહ્યો છે બર્ડ ફ્લૂ, આ લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ
નવી દિલ્હી, કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી ત્યાં વધુ એક બિમારી બારણે દસ્તક આપી રહી છે જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફ્લૂએંજા(H5N1)ના કારણે થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં આ વાઈરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાઈરસ પક્ષીઓ સાથે-સાથે મનુષ્યો માટે પણ ઘણો ઘાતક છે.
બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવનારા જાનવર અને મનુષ્ય તેનાથી સંક્રમિત થઈ શકે છે. આ વાઈરસ એટલો ખતરનાક છે કે તેનાથી મોત પણ થઈ શકે છે.
બર્ડ ફ્લૂ ઘણાં પ્રકારના હોય છે પરંતુ H5N1 પહેલો એવો એવિયન ઈન્ફ્લૂએંજા વાઈરસ છે જે મનુષ્યોને સંક્રમિત કરે છે. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે બર્ડ ફ્લૂના પ્રકોપથી પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમિત મરઘીઓ સાથે જોડવામાં આવ્યો હતો.
આ રોગ પ્રકૃતિક રીતે પક્ષીઓમાં હોય છે પરંતુ આ પાલતુ મુરઘીઓમાં સરળતાથી ફેલાઈ જાય છે. આ બિમારી સંક્રમિત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોં કે લાળ કે આંખમાંથી નિકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લાંબા સમય સુધી જીવિત રહેવાની ક્ષમતા હોય છે. સંક્રમિત પક્ષીઓના મળ અને લારમાં વાઈરસ 10 દિવસ સુધી જીવિત રહે છે. આ રોગ ફેલાવવાનો સૌથી વધારે ખતરો મરઘીપાલન સાથે જોડાયેલા લોકોને છે.
બર્ડ ફ્લૂથી સંક્રમિત થવા પર કફ, ડાયરિયા, તાવ, શ્વાસ સાથે જોડાય મુશ્કેલીઓ, માથું દુખવું, માશપેશીઓમાં દુખાવો, ગળામાં ખારાશ, નાક વહેવું અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની ચપેટમાં આવી ગયા તો કોઈ અન્યના સંપર્કમાં આવતા પહેલા ડોક્ટરને દેખાડવું.
અલગ-અલગ બર્ડ ફ્લૂની અલગ-અલગ રીતે સારવાર કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગની સારવાર એન્ટિવાઈરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણ જોવા મળે તો બને એટલી જલ્દી એની દવા લેવી જરૂરી હોય છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ સિવાય તેની સંપર્કમાં આવેલા ઘરના સભ્યોએ પછી ભલે તેમને લક્ષણો ના જણાતા હોય પરંતુ દવા લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.