હવે ફેશન ડિઝાઇનર સાથે ચાલી રહ્યું છે માઇકલ ક્લાર્કનું અફેર
મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. પોતાની પત્ની કાઈલી સાથે છૂટાછેડા બાદ ક્લાર્કનું અફેર ફેશ ડિઝાઇન ડિઝાઇનર પિપ એડવર્ડ્સ સાથે ચાલી રહ્યું છે. બંનીની ઘણી સાથે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. ગત મહિને માઇકલ ક્લાર્ક અને પિપને એક રેસ્ટોરેન્ટમાં એક સાથે જાેવામાં આવ્યા હતા, જ્યાં પિપનો ૧૩ વર્ષનો પુત્ર હતો.
તમને જણાવી દઇએ કે ક્લાર્ક પહેલાં પિપ ડીઝે શેનન ડોડને ડેટ કરી હતી, તેમની સાથે પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી હતી. તો બીજી તરફ ડીજે ડોડ પહેલાં પિપનું ફેશન ડિઝાઇન ડૈન સિંગલ સાથે પણ અફેર રહ્યું છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને લગભગ ૮ વર્ષો સુધી સાથે રહ્યા, પરંતુ વર્ષ ૨૦૦૮માં બંનેને એકબીજાથી અલગ થવું યોગ્ય સમજ્યું. ડૈન અને પિપનો એક પુત્ર પણ છે, જેનું નામ જસ્ટિન છે. જસ્ટિન હવે પોતાની માતા પિપ એડવર્ડસ સાથે રહે છે.
તો બીજી તરફ માઇકલ ક્લાર્કે પણ વર્ષ ૨૦૧૨માં કાઈલી બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને વર્ષ ૨૦૧૫માં માતા-પિતા બન્યા હતા, જાેકે આ સંબંધ ફક્ત ૮ વર્ષ સુધી ચાલ્યો અને ક્લાર્કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કાઈલીને છૂટાછેડા આપ્યા હતા.તમને જણાવીએ કે માઇકલ ક્લાર્ક અને કાઈલીએ પરસ્પર સહમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા હેઠળ માઇકલ ક્લાર્ક કાઈલીને ૪ કરોડ ડોલર દંડ તરીકે ચૂકવ્યા હતા.
સમાચારોનું માની તો આ બંને માઇકલ ક્લાર્ક પોતાની ગર્લફ્રેન્ડ પિપ એડવર્ડસ સાથે ખૂબ સારો સમય વિતાવી રહ્યા છે. બંનેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે, જેમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે ક્લાર્ક અને પિપ એકબીજા સાથે કેટલા ખુશ છે.