હવે બાયોપિક ફિલ્મ સાઇનાને લઇને પરિણિતી આશાવાદી છે
મુંબઇ, બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જે પૈકીની તેની ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મ આઠમી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલની બાયોપિક ફિલ્મ સાયના તેની આ જ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જો કે આ ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તે આ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ તે ભારે ખુશ છે. તે ફિલ્મને લઇને ખુબ મહેનત પણ કરી રહી છે. ફિલ્મને વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે.
સાયનાની ભૂમિકા તે અદા કરનાર છે. ભુષણ કુમાર અને અમોલ ગુપ્તે આ ફિલ્મ બનાવી રહ્યા છે. પરિણિતી ચોપડા આ ફિલ્મને લઇને ઉત્સુક છે. તે હાલમાં અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જે પૈકી અર્જુન કપુરની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મની રજૂઆત વારંવાર ટળી રહી છે. જેના કોઇ કારણ આપવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ તેની પાસે ધ ગર્લ ઓન ટ્રેન રહેલી છે. જેમાં અન્ય અભિનેત્રીઓ પણઁ તેની સાથે દેખાશે.
અજય દેવગનની એક ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. તે નક્કરપણે માને છે કે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ ખુબ ઓછા લખવામાં આવે છે. વિતેલા વર્ષોમાં અભિનેત્રીઓ માટે સારા રોલ લખવામાં આવતા હતા. જો કે હવે અભિનેત્રી માટે આ પ્રકારના રોલ લખાતા નથી. તેનુ કહેવુ છે કે વર્ષો બાદ રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇન કરીને તે ખુબ ખુશ છે. કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડે છે.