Western Times News

Gujarati News

હવે બુટલેગરો ટ્રાવેલરમાં દારૂની હેરાફેરી કરવા લાગ્યા

મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પરથી ટ્રાવેલરમાંથી ૨.૬૬ લાખના દારૂ સાથે બે શખ્શોને ઝડપ્યા 

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાહનો મારફતે ગુજરાતમાં લવાઈ રહ્યો છે અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડધામ કરી રહી છે

બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોએ હવે વિદેશી દારૂ ઘુસાડવા સરકારી એસટી બસ અને ખાનગી લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે ત્યારે મોડાસા રૂરલ  પોલીસે રાજેન્દ્ર ચોકડી નજીકથી મીની લકઝરી (ટ્રાવેલર) માંથી સીટની નીચે ગુપ્તખાનામાં સંતાડી રાખેલા ૨.૬૬ લાખના દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મીની લકઝરીમાં સંતાડેલ દારૂનો જથ્થો રાજ્યના બુટલેગર પાસે પહોંચે તે પહેલા પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી આઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ રાજેન્દ્ર નગર ચોકડી નજીક રાજસ્થાનમાંથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બુટલેગરોની વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીશનો પર્દાફાશ થયો હતો

રાજસ્થાન તરફથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલર (ગાડી.નં GJ 09 AV 5532)ને અટકાવી તલાસી લેતા મીની લકઝરી બસની સીટની નીચે મુસાફરોને બેસાડવા માટેની સીટ નીચે ગુપ્ત ખાના બનાવી સંતાડેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૬૮ કીં.રૂ.૨૬૬૪૦૦/-નો જથ્થો જપ્ત કરી ટ્રાવેલર ચાલક નરેન્દ્રસિંહ ભૈરવસિંહ ચૌહાણ અને કિશનલાલ મોહનલાલ રાવત (બંને,રહે રાજસ્થાન)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટેમ્પો ટ્રાવેલર,દારૂ,મોબાઈલ સહીત રૂ.૭૭૦૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.