હવે બેંકની મુલાકાત લીધા વગર તાત્કાલિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકાશે
ચેન્નાઈ, લક્ષ્મી વિલાસ બેંક (LVB) તમિલનાડુની ખાનગી ક્ષેત્રની સૌથી જૂની બેંકો પૈકીની એક છે, જેણે તાત્કાલિક સેવિંગ્સ ખાતું ખોલાવવા ડિજિટલ પહેલ લક્ષ્મી ડિજિગો લોંચ કરી છે. લક્ષ્મી ડિજિગો પસંદગીની ખાસિયતો સાથે સેવિંગ્સ એકાઉન્ટ છે, જેમાં ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગની સુવિધા સામેલ છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવામાં મુશ્કેલી પડે છે. ગ્રાહકો નાણાકીય વ્યવહારો માટે શાખાઓની મુલાકાતો લેવાને બદલે ઓનલાઇન બેંકિંગને પસંદ કરે છે. એટલે વધુને વધુ લોકો મની ટ્રાન્સફર જેવી મૂળભૂત સેવાઓ ઘરેથી મેળવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. આ સંબંધમાં LVBની નવી પહેલ લોકોને ઓન-બોર્ડ લેવામાં અને વેબસાઇટ દ્વારા તાત્કાલિક અતિ જરૂરી બેંકિંગ સેવાઓનો લાભ લેવામાં મદદરૂપ થશે. પછી નજીકની LVB શાખાની મુલાકાત લઈને આ એકાઉન્ટને સંપૂર્ણ સુવિધાયુક્ત એકાઉન્ટમાં પરિવર્તિત કરી શકાશે. લક્ષ્મી ડિજિગો સાથે ગ્રાહકો તાત્કાલિક તેમના ખાતામાં નાણાકીય વ્યવહાર શરૂ કરી શકે છે.
LVBના એમડી અને સીઇઓ શ્રી એસ સુંદરે કહ્યું હતું કે, “અમે લક્ષ્મી ડિજિગો લોંચ કરીને ખુશ છીએ, જે ઘણા લોકોને થોડા સ્ટેપમાં LVBમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં મદદરૂપ થશે. LVBમાં અમે હંમેશા માનીએ છીએ કે, ગ્રાહકની જરૂરિયાતને ગંભીરતાપૂર્વક અને રસ સાથે પ્રાધાન્ય આપવું પડશે. બેંક તરીકે અમે ડિજિટલ સોલ્યુશનો પ્રસ્તુત કરવા કામ કરીએ છીએ, જેથી ગ્રાહકો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના ઘરેથી નાણાકીય વ્યવહારો હાથ ધરી શકે. અમારા તમામ ગ્રાહકોને તેમની આંગળીના ટેરવે અમારી સેવાઓ લાભ લેવા સક્ષમ બનાવવા અને તેમની સલામતી જળવાય એ સુનિશ્ચિતતા કરવાની અમારી ફરજ છે.”
લક્ષ્મી ડિજિગો ગ્રાહકો તરીકે વ્યક્તિ નજીકની LVB શાખાની મુલાકાત લઈ શકે છે અને એમના “લક્ષ્મી ડિજિગો”ને રેગ્યુલર એકાઉન્ટમાં પરિવર્તિત કરી શકશે તથા ચેક બુક, ડેબિટ કાર્ડ અને અન્ય ઘણી સુવિધાનો લાભ લઈ શકે છે.