હવે ભારતીયો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધી યૂકેમાં કામધંધા માટે રહી શકશે
અમદાવાદ: 2012માં તત્કાલિન યુકેના હોમ સેક્રેટરી થેરેસા મેએ એક નીતિમાં બદલાવ કર્યો હતો. યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ યૂકેમાં કામધંધા માટે 2 વર્ષ સુધી રહી શકતા હતાં. થેરેસાએ તેમાં બદલાવી કરીને આ સમયગાળો ચાર મહિનાનો કરી નાખ્યો હતો. આ નિર્ણય બાદ અહીંની યુનિર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. અભ્યાસ માટે યૂકે એક પસંદગીના દેશ હોવાનું સ્થાન પણ ખતરામાં પડી ગયું હતું અને ઘણી વખત તે અમેરિકા અને કેનેડા જેવા દેશોથી પાછળ રહ્યું હતું. જોકે હવે આ નીતિમાં ફરી બદલાવ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળશે.
બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે 2020ની શરુઆતથી અહીં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ બે વર્ષની પોસ્ટ વર્ક પરમિટ પર રહી શકશે. જે લોકો સપ્ટેમ્બર 2021ના અભ્યાસ પૂર્ણ કરશે તેમને બે વર્ષની પોસ્ટ વર્ક પરમિટ મળશે. મતલબ એ કે જો કોઇ વિદ્યાર્થી જાન્યુઆરી 2020 સુધીના એક વર્ષના પ્રોગ્રામમાં હશે તો તેને વર્ક પરમિટ નહીં મળે. આથી તેમને એક વર્ષનો અભ્યાસ અને એક વર્ષની ઇન્ટર્નશીપ, એમ બે વર્ષનો પ્રોગ્રામ પસંદ કરવો પડશે.
આ નિર્ણયથી બ્રિટન અને વિદેશી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? શિક્ષણના હબ તરીકે યૂકેની સ્થિતિ તેના હરીફ દેશ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સામે નબળી પડી રહી હતી. વિદેશથી વિદ્યાર્થીઓ આવે તો નવું ટેલેન્ટ પણ દેશમાં આવે છે અને આર્થિક ફાયદો પણ થાય છે. તેનાથી તે દેશ નવીનતા અને સ્પર્ધામાં આગળ ટકી રહે છે. મોટી કંપનીઓ હંમેશા તેજસ્વી કર્મચારીઓની શોધમાં રહે છે. યૂકેની આ પોલીસી હરિફાઇમાં એક નાકાબંધી બની રહી હતી. આ હકીકતથી યૂકે પણ અજાણ નથી.
નવી પોલિસી બ્રિટિશ સરકારના ઉદ્દેશ્યો સાથે એકદમ બંધબેસે છે જે પ્રમાણે સરકાર નીચે મૂજબનું કામ પાર પાડવા માગે છે.