હવે ભુલ ભુલૈયા-૨માં તબ્બુ રોલ કરવા માટે સુસજ્જ છે
મુંબઇ, અભિનેત્રી તબ્બુ પણ હવે ભુલ ભુલૈયા -૨ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઇ ગઇ છે. આ ફિલ્મ ભુલ ભુલૈયાની સિક્વલ ફિલ્મ બની રહી છે. નિર્દેશક અનીસ બાજમી હાલના દિવસોમાં ફિલ્મ બનાવવામાં લાગેલા છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હવે ફિલ્મમાં તબ્બુને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે તબ્બુને ફિલ્મમાં મોટી ભૂમિકા મળનાર છે. એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે તબ્બુ જાન્યુઆરી મહિનામાં પોતાના હિસ્સાનુ શુટિંગ કરનાર છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના કલાકારોને લઇને પસંદગી મામલે ચર્ચા ચાલી રહી હતી. તબ્બુની પણ ફિલ્મ નિર્માતાઓ સાથે વાતચીત ચાલી રહી હતી.
તબ્બુનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તેને ખુબ પસંદ પડી રહી છે. ત્રણ મહિના માટે શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ લંડન અને રાજસ્થાનમાં કરવામાં આવનાર છે. એમ માનવામાં આવે છે ભુલ ભુલૈયા એક કોમેડી સાયકલોજીકલ ફિલ્મ તરીકે છે. તબ્બુ વિતેલા વર્ષોમાં અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
તબ્બુ વિતેલા વર્ષોમાં એક ગ્લેમર સ્ટાર તરીકે ગણાતી હતી. પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત તબ્બુએ અજ દેવગનની એક્શન ફિલ્મ વિજપપથ સાથે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ગઇ હતી. ત્યારબાદ તબ્બુ સતત સારી ફિલ્મો કરતી રહી છે. તમામ મોટા સ્ટાર સાથે તે ફિલ્મો કરી ચુકી છે. જેમાં અજય દેવગનનો સમાવેશ થાય છે. તેની કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો તે કરી ચુકી છે. મહિલા પ્રધાન ફિલ્મોમા ંપણ તે કામ કરી ચુકી છે. તેની એક્ટિંગ કુશળતાની નોંધ તો બોલિવુડમાં તમામ કલાકારો અને નિર્માતા નિર્દેશકો લઇ ચુક્યા છે.આ જ કારણ તે હજુ સક્રિય રહી છે.