Western Times News

Gujarati News

હવે મમતાના વનમંત્રી રાજીવ બેનર્જીએ પાર્ટી છોડી

પશ્ચિમ બંગાળમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ પહેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવાર (22 જાન્યુઆરી)એ રાજ્યના વનમંત્રી રાજીવ બેનર્જીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલાં 5 જાન્યુઆરીએ ખેલમંત્રી લક્ષ્મી રતન શુક્લાએ પણ રાજીનામું આપી દીધું છે.

મમતાને લખવામાં આવેલા પત્રમાં રાજીવે જણાવ્યું છે કે તેઓ કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે તેમણે આ વિશેના કારણની કોઈ સ્પષ્ટતા કરી નથી. પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો, એ માટે હું ખૂબ આભારી છું. રાજીવ બેનર્જી દોમજુરથી ધારાસભ્ય છે. રાજીવે રાજીનામું ગવર્નર જગદીપ ધનખડને મોકલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.