હવે મમતા બેનર્જીને મંદિર જવાનો કોઇ લાભ થશે નહીં : અમિત શાહ

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી વચ્ચે તમામ પક્ષો તરફથી એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.ભાજપ નેતા અને ગૃહ મંત્રી અમિત શાહે ચોથ તબક્કા માટે ૧૦ એપ્રિલ થનાર ચુંટણી પહેલા હિન્દુ કાર્ડ ખેલ્યું છે અને મમતા બેનર્જી પર તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે ટીએમસી નેતા મમતા બેનર્જીને હવે મંદિર જવાથી કોઇ લાભ થશે નહીં.
અમિત શાહે કહ્યું કે મંદિર જવું મંત્ર જાપ કરવા એક વાત છે અને મતબેંકની રાજનીતિ કરવી અલગ વાત છે મમતા બેનર્જી હજુ પણ મુસ્લિમ મતદારોને અપીલ કરી રહ્યાં છે કે બધા લોકો એક થઇ મારી સાથે આવે હું નથી માનતો કે આ લોકતંત્રિક રીતે યોગ્ય છે. સાથે જ તેમણે કહ્યું કે હવે મંદિર જવાથી કાંઇ થનાર નથી તેમણે કહ્યું કે બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે અને ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતશે. ભાજપ નેતાએ કહ્યું કે બંગાળમાં આ ચુંટણીમાં ખુબ મોટો અંદર કરંટ છે
કોલકતામાં રહેનારા નાગરિક પણ ચિંતામાં છે કે જાે ધુષણખોરી અટકશે નહીં તો ૧૦ વર્ષ બાદ કોલકતાની શું સ્થિતિ થઇ જશે. ધુષણખોરી હવે ફકત ઉત્તર બંગાળની સમસ્યા રહી નથી હાવડા અને ૨૪ પરગના સુધી તે આવી ગયા છે.ધુષણખોરીનું કારણ છે કે તેમને મત બેંકના રૂપમાં જાેવામાં આવી રહી છે
આ પહેલા મમતા બેનર્જીએ અમિત શાહ ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો કે સીઆરપીએફના જવાનો દ્વારા મતદારોને શાહના ઇશારા પર પરેશાન કરવામાં આવી રહ્યાં છે. વિરોધીઓને દબાવવામાં આવે છે.