હવે માત્ર ૩૦ રૂપિયામાં પાટણથી ભીલડીની મુસાફરી થશેઃ બલવંતસિંહ રાજપૂત
(માહિતી બ્યુરો, પાટણ) પાટણ અને ભીલડીના પંથકની વર્ષો જૂની માંગ હતી અહી કાયમી ટ્રેન ચાલુ થાય. પાટણ અને ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી ગામો આવેલા છે ત્યાં પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને અહીં સ્ટોપેજ આપવામા આવેલા નહોતા.
આ માંગને પુરી કરતાં પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડી નવીન ટ્રેન શરૂ કરવામાં આવી. પાટણ-ભીલડી નવીન ટ્રેનને કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગયી. ઉત્તર ગુજરાતમાં પાટણ અને ભીલડી વચ્ચે નવી ટ્રેન શરૂ થવાથી લોકોને અવરજવર કરવામાં સુગમતા મળશે. સ્થાનિક લોકોમાં મુસાફરીમાં અનુકૂળતા સર્જાશે, સાથે વ્યાપારીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થશે. આગામી સમયમાં આ નવીન ટ્રેન શરૂ થવાથી તેના સારા પરિણામો મળશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે. ગુજરાત વિકાસ મોડેલ બની ભારતના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યુ છે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સાનિધ્યમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે.
પાટણની વર્ષો જુની માંગ હતી કે પાટણ અને ભીલડી વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવે અને તેઓ લાભ આસપાસના ગામડાઓને મળે. આ માંગ પૂરી કરવામાં આવી અને ખુશીની વાત એ છે કે આ કાયમી ટ્રેન છે અને ભાડુ પણ માત્ર ૩૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.
કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કારણે ગુજરાતમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. પાટણ અને સિધ્ધપુર રેલ્વે સ્ટેશનને અમૂર્ત ભારત યોજના અંતગર્ત જાેડવામાં આવતા આ સ્ટેશનનો અભૂતપૂર્વ વિકાસ થશે, અનેક સુવિધાઓમાં વધારો થશે.
પાટણ ભીલડી રેલવેના પ્રસ્થાન પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ.સોલંકી, અધિક નિવાસી કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયભાઈ પટેલ, ડ્ઢઇસ્ તરુણ કુમાર સર,
સિનિયર ડીસીએમ પવન કુમાર સિંહ, એચ.કે.મીના સર, સંગઠનના હોદ્દેદારો દશરથભાઇ ઠાકોર, ભાવેશભાઇ તેમજ મોટી સંખ્યામાં પાટણ ભીલડી ટ્રેનને પ્રસ્થાન કરાવવા પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.