Western Times News

Gujarati News

હવે માર્ગો બનશે ટકાઉ , સરકાર લાવી રહી છે સિયોરીટી બોન્ડ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરીટીએ દેશમાં માર્ગ નિર્માણનાં કોન્ટ્રાક્ટ માટે વિમા કંપનીઓ દ્વારા સિયોરિટી બોન્ડ્સ રજુ કરવાની વ્યવહારિક્તાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંકટનાં કારણે અર્થવ્યવસ્થા પર પડેલી અસરનાં કારણે બેન્કિંગ સેક્ટરમાં કેસ ફ્લો અને રોકડની સમસ્યાને જોતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ વિમા નિયામક પાસે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા સિયોરીટી બોન્ડ રજુ કરવાની સંભાવનાં શોધવાનો આગ્રહ કર્યો હતો.

મંત્રાલયનાં અનુરોધ બાદ ઇરડાએ માર્ગ નિર્માણનાં કોન્ટ્રાક્ટ માટે સિયોરીટી બોન્ડ લાવવાનો કાયદેસરની રૂપરેખા અને વિમા કંપનીઓ અથવા કોઇ બીજા સેક્ટર માટે તેની યોગ્યતાનો અભ્યાસ કરવાનો 9 સભ્યોવાળા કાર્ય સમુહની  રચના કરી દીધી છે. વિમા નિયામકનાં એક સર્ક્યુલરમાં બતાવવામાં આવ્યું છે કે નેશનલ ઇન્સ્યોરન્સ એકેડેમીનાં ડાયરેક્ટર જી. શ્રીનિવાસનની અધ્યક્ષતામાં આ વર્કિગ ગૃપમાં જાહેર તથા ખાનગી વિમા સેક્ટરની વિમા કંપનીઓ અને ઇરડાનાં સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય બજારમાં હાલમાં તો કોન્ટ્રાક્ટરનાં માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા સિયોરીટી બોન્ડ્સ જારી કરવામાં આવતા નથી, સિયોરીટી બોન્ડ એક કોન્ટ્રાક્ટરનો કોઇ પ્રોજેક્ટને સંતોષકારક રીતે પુરો કરવા અને વિવિધ સરકારી એજન્સીઓનું પ્રદર્શન સુરક્ષાની ગેરન્ટી પુરી પાડે છે.

ત્યાં જ વિમા અથવા કાનુની અને નિયામકિય ફ્રેમવર્કનાં ફાયનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાના કારણે પ્રદર્શનની ગેરન્ટીની મંજુરી આપે છે, જો કે ઇરડાનું કહેવું છે કે બેંક ગેરન્ટી અને પ્રદર્શન પ્રતિજ્ઞાને પુરી કરવા માટે કોન્ટ્રાક્ટરને બેંક ગેરન્ટી જારી  કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.