Western Times News

Gujarati News

હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ કરશે

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા ને તેમના તાબા હેઠળના વિસ્તારોમાં સોંપવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું વિધિવત જાહેરનામું પણ જારી કર્યું છે. કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-૧૯૮૭ જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે.

આ રોગના સંક્રમણને આગળ વધતો કે ટકાવવા સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે. માસ્ક ન પહેરવા થી વાતચીત દરમિયાન કે શ્વાસોશ્વાસ, છીંક, ઉધરસ ના સમયે વાયરસ વધુ માત્રામાં ફેલાય છે. કોવિડ-૧૯ની મહામારીના સંક્રમણને રોકવા ઘરની બહાર નિકળતા અચૂક માસ્ક પહેરવાની સરકારશ્રીની સુચનાઓ અમલમાં છે અને માફ ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડવસૂલવાનો રહે છે. આ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા વસુલવામાં આવે છે તેને બદલે હવેથી આ દંડ વસૂલવાની કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી અને જિલ્લા પોલીસ વડાએ તેમના હકૂમત હેઠળનાવિસ્તારમાં કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.