હવે મોદીના નામથી નથી મળતા વધારે મત : પ્રશાંત કિશોર
કોલકતા: ચૂંટણી પ્રચારની વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોરનું નામ રાજકીય લોબીમાં નવું નથી. પહેલા અરવિંદ કેજરીવાલ અને પછી નીતીશ કુમાર માટે કામ કરનારે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં એક મોટી અને મહત્ત્વની વાત કહી હતી. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, હવે પ્રચાર સ્ટ્રેટેજી બદલી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોણે કહ્યું કે, મોદી સત્તા વિરોધી લહેરનો સામનો નથી કરતા. સત્તા વિરોધી લહેરે મોદીને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું છે.
વર્ષ ૨૦૧૪થી લઈને અત્યાર સુધીમાં ભાજપે કેટલાય રાજ્યમાં પોતાના પ્રદર્શનથી અગાઉ કરતા ઓછો સ્કોર મેળવ્યો છે. ધીમે ધીમે આ સ્કોર અત્યારે ઘટી રહ્યો છે. વડાપ્રધાન મોદી પોતાના માટે તો મત ઊભા કરવામાં સફળ થયા છે પણ પોતાના પક્ષ માટે તે સફળ થાય એવું હાલ દેખાતું નથી. વડાપ્રધાન મોદી અને મમતા દીદી બંને અલગ અલગ વ્યક્તિત્વ છે. બંને સાથે કામ કરવાનું સરળ રહ્યું છે.
જ્યારે હું દીદી માટે બંગાળમાં પ્રચાર કરવા માટે આવ્યો તો મને ભાજપના લોકોએ કહ્યું હતું કે, દીદી કોઈનું સાંભળતા નથી. તમારી વાત શું માનવાના પણ મારૂ કામ ગ્રાઉન્ડ રિયાલીટીનું છે. લોકો શું કહે છે અને વિચારે છે એ જાેવાનું છે. દિલ્હીની ચૂંટણી હતી ત્યારે ભાજપે પોતાના તમામ મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાને ઊતાર્યા હતા. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ જુદી છે. ભાજપ ઘણા બધા જાણીતા ચહેરાઓને બોલાવીને પોતાની જીત નક્કી નહીં કરી શકે. અત્યારે દરેક સર્વેમાં ટીએમસી ભાજપ કરતા આગળ છે. ભાજપ ચૂંટણીલક્ષી મોટા મોટા દાવા કરે છે. ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જાેર લગાવી રહી છે ટીએમસીને સમકક્ષ થવા માટે મથી રહી છે.
મને તો આશા છે કે, અમિત શાહે પોતાની ચૂંટણીની ટીમમાં ફેરફાર કરી લીધા હશે. કારણ કે તમણે તો દિલ્હી અને ઝારખંડની ચૂંટણી વખતે પણ મોટા દાવાઓ કર્યા હતા. અમે ગંભીરતા સમજીને ચૂંટણી લડીએ છીએ. પણ મીડિયા કહે છે કે, અમે ડરી ગયા છીએ. હવે સક્રિય ન રહીએ તો મીડિયા કહે છે કે, અમે અત્યારે ચૂંટણી હારી ચૂક્યા છીએ. જાેકે, પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને ભાજપના મોટા નેતાઓ લડી લેવાના મુડમાં રહ્યા છે. પણ પ્રાંતમાં થયેલી હિંસા પણ ચૂંટણીના અન્ય પરીબળને સીધી કે પરોક્ષ રીતે અસર કરી શકે છે.