હવે રંગીન રોટલી અને ભાખરી બનાવી શકાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/rotal.jpg)
મોહાલી: દેશમાં હવે ઘઉ ફકત ભુરા રંગના જ રહેશે નહીં પંજાબના મોહાલીમાં આવેલ નેશનલ એગ્રી ફુડ બાયોટેકનોલોજી ઇસ્ટીટ્યુટ (એનએબીઆઇ)ના વૈજ્ઞાનિકોએ ૮ વર્ષના રિસર્ચ બાદ ઘઉના ત્રણ રંગ પર્પલ,બ્લેક અને બ્લુની જાત તૈયાર કરી છે.તેને ફુડ સેફટી એન્ડ સ્ટૈંડટ્ર્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એફએસએસએઆઇએ માનવીય ઉપયોગ માટે પોતાની મંજુરી આપી દીધી છે.
એનએબીઆઇના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એટીઓકિસડેંટની પ્રચુર માત્રાવાળા ઘઉથી હ્દયરોગ, ડાયાબીટીશ અને મોટાપાની આશંકા ઓછી થઇ જાય છે રંગીન ઘઉથી બાળકોમાં કુપોષણની સમસ્યા પણ ઉકેલી શકાય તેમ છે. રંગીન ઘઉમા ંકારોબાર કરવા માટે હાલ ૧૦ એગ્રી કંપનીઓએ રસ બતાવ્યો છે. જાે કે રંહીન ઘઉથી બનેલ પ્રોડકટ્સના માર્કેટને લઇ હાલ સ્થિતિ સ્પષ્ટ નથી
તેનાથી હ્દય રોગ અને મોટાપા જેવી જીવનશૈવીથી જાેડાયેલ બીમારીઓને રોકવામાં મદદ મળે છે.અમે ઉંદર પર તેનો પ્રયોગ કર્યો છે અને
જાણ્યુ છે કે રંગીન ઘઉ ખાનારા લોકોનું વજન વધવાની સંભાવના ઓછી હોય છે.એનએબીઆઇમાં રંગીન ઘઉ પ્રોજેકટની લીડ સાઇટિસ્ટિસ મોનિકા ગર્ગે કહ્યું હતું કે અમને જાપાનથી માહિતી મળ્યા બાદ ૨૦૧૧થી તેના પર કાર્ય શરૂ કર્યું હતું. અમે અનેક સીજન સુધી પ્રયોગ કર્યા બાદ તેમાં સફળતા મેળવી છે.આથી અમારી ટીમ ખુબ ખુશ છે.