હવે રાજ ઠાકરેએ શરૂ કરી ઔરંગાબાદનું નામ બદલવાની મુહીમ

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે. જે હેઠળ સરકારી બસોના બોર્ડમાં ગંતવ્ય સ્થાને લખવામાં આવેલા ઔરંગાબાદને ભૂંસીને તેની જગ્યાએ સંભાજીનગર લખવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ મુદ્દો શિવસેના ઉઠાવતી હતી પરંતુ હવે આ મુદ્દો મનસેએ ઉઠાવ્યો છે. ગુરુવારે મુંબઈથી જ્યારે એક સરકારી બસ ઔરંગાબાદ જવા માટે નિકળી તો મનસેના કાર્યકર્તાઓને તેને રોકી દીધી અને ગંતવ્યની જાણકારી આપતી પટ્ટી પરથી તેમણે ઔરંગાબાદની જગ્યાએ સંભાજીનગર કરી દીધું. મરાઠાવાડના શહેર ઔરંગાબાદનું નામ મુઘલ શાહેનશાહ ઔરંગઝેબના નામ પરથી પડ્યું છે. ઔરંગઝેબ શાહેનશાહ બનવાના પહેલા મુઘલ સામ્રાજ્ય માટે અહીંના સૂબેદાર અને અહીં જ તેનો મકબરો છે. શિવસેના ઈચ્છતી હતી કે શહેરનું નામ બદલીને છત્રપતિ શિવાજીના પુત્ર છત્રપતિ સંભાજીના નામ પર કરી દેવામાં આવે જેની ઔરંગઝેબે હત્યા કરાવી હતી.

ઉલ્લેખનિય છે કે, ઔરંગાબાદના નામકરણનો વિવાદ 30 વર્ષ જુનું છે અને ત્યારથી આ સતત ચૂંટણીનો મુદ્દો બનતું રહ્યું છે. હવે જલ્દી જ ઔરંગાબાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને ફરી એકવાર નામકરણનો મુદ્દો ગરમાયો છે. શિવસેનાના આ મુદ્દે મૌનનો ફાયદો રાજ ઠાકરે ઉઠાવવતા જોવા મળી રહ્યાં છે.