હવે રાહુલ ધોળકિયાની નવી ફિલ્મમાં કૃતિ સનુન ચમકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/Kruti-Sanon.jpg)
મુંબઇ, કૃતિ સનુન એક પછી એક ફિલ્મમાં કામ કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક સારી અને મોટા બજેટની ફિલ્મ રહેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે તેની પાસે વધુ એક મોટી ફિલ્મ આવી ગઇ છે. જેમાં તે મિડિયા પ્રોફેશનલની ભૂમિકા અદા કરી શકે છે. રાહુલ ધોળકિયાની નામ જાહેર નહી કરવામાં આવેલી થ્રીલર ફિલ્મમાં કૃતિ સનુન કામ કરવા જઇ રહી છે. કૃતિ ફિલ્મમાં મોટી અને પડકારરૂપ રોલમાં દેખાશે. સુનિલ ખેતરપાલના નિર્માણ હેઠળ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનુ શુટિંગ ઓગષ્ટ મહિનામાં હાથ ધરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મના શુટિંગને એક તબક્કામાં જ પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્મને ૨૦૨૦ સુધી રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ મહિલા પ્રધાન છે. જેમાં કૃતિ સનુનની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મમાં તે પત્રકાર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે.
ફિલ્મ હાલમાં પ્રિ પ્રોડક્શન તબક્કામાં છે. હાલમાં વર્કશોપનુ આયોજન છે. જેમાં કેટલીક બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. વર્ક શોપને જુલાઇના અંત સુધી પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્માતાઓનુ કહેવુ છે કે ફિલ્મમાં ભારે વિજ્યુઅલ ઇફેક્ટનો ઉપયોગ કરવામા ંઆવનાર છે. ફિલ્મની પટકથા બિલાલ સિદ્ધીકી દ્વારા લખવામાં આવી છે. તમામ વર્ગના લોકોને ફિલ્મ ગમી જશે. તેમ માનવામાં આવે છે.
ફિલ્મના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. જેથી એક વખતે શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ સતત શુટિંગ કરવામાં આવનાર છે. કૃતિ પાસે અન્ય કેટલીક સારી ફિલ્મ રહેલી છે. કૃતિ બોલિવુડમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. હાલમાં તે કાર્તિક આર્યનની સાથે એક ફિલ્મમાં નજરે પડી હતી. ધોળકિયા ફિલ્મને લઇને ખુબ આશાવાદી ત્યારથી જ દેખાઇ રહ્યા છે.